Budget & Gold: બજેટના એક દિવસ પહેલા સોનું ઉછળ્યું: આગળ શું?

બજેટના એક દિવસ પહેલા સોનું ઉછળ્યું: આગળ શું થશે? Posted by Nilesh waghela મુંબઈ: બજેટના એક દિવસ પહેલા, શુક્રવાર, જાન્યુઆરી 31, 2025ના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જવેલર્સ આયાત જકાત ઘટાડવા અપીલ કરી રહ્યા છે ત્યારે બજેટના એક દિવસ પહેલા સોનું મોંઘુ થઈ ગયું છે. એવી ધારણા છે કે સરકાર આવતીકાલે 1 ફેબ્રુઆરી 2025ના બજેટમાં સોના પરની આયાત ડ્યૂટી વધારી શકે છે, જે સરકારે અગાઉના બજેટમાં ઘટાડી હતી. જો આમ થશે તો સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. આજે બજેટના એક દિવસ પહેલા 24 અને 22 કેરેટ સોનાની કિંમત લગભગ ૮૦૦ રૂપિયા મોંઘી થઈ ગઈ છે. મુંબઇ ખાતે શુદ્ધ સોનું રૂ. ૭૮૦ના ઉછાળા સાથે રૂ. ૮૧,૭૫૭ બોલાયું છે જ્યારે ચાંદી રૂમ ૧૩૪૯ ઉછળી ને રૂ. ૯૪,૫૩૩ બોલાઈ છે. ચાંદીમાં બે દિવસમાં રૂ. ૩૦૦૦ વધ્યા છે. બજેટ 2025 પહેલા સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ રોકાણકારો અને સામાન્ય ખરીદદારોની વધતી માંગ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને અમેરિકન નીતિઓમાં ફેરફારને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે વધુ સોનું ખરીદી રહ્યા છે. આ વધતી માંગને કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્ય...