STOCK MARKET; CRASHED 1600 pts, erosion of 10 lakh cr.
શેરબજારમાં ૧૬૦૦ પોઈન્ટનો ભયાનક કડાકો: રૂ.૧૦ લાખ કરોડનું ધોવાણ Posted by NILESH WAGHELA મુંબઇ: શેરબજારમાં સોમવાર અમાસ જેવો કાળો ધબ્બ શરૂ થયો છે. ખુલતા સત્રમાં સેન્સેક્સ 1,600 પોઈન્ટથી વધુ નીચે પટકાયો હતો અને નિફ્ટી 24,200 સુધી નીચે ખેંચાયો હતો. ખુલતા સત્રમાં જ રોકાણકારોના લગભગ દસ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. પણ બજારમાં ગભરાટનો માહોલ છે. આ રીતે યુએસ અર્થતંત્રમાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો તૂટી પડતાં સેન્સેક્સ અને નિફ્ટી આજે સતત બીજા સત્રમાં તૂટ્યા હતા. અમેરિકામાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો હચમચી ગયા હતા. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ભારતીય શેરબજાર પણ અસર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. અમેરિકાના નિરાશાજનક જોબ ડેટાના અહેવાલને પગલે અમેરિકન અને એશિયન ઇક્વિટી બજારોમાં ગભરાટભરી વેચવાલીથી ભારત અને અન્ય ઊભરતાં બજારોમાંથી વિદેશી ફંડોના વેચવાલીના પ્રવાહમાં તીવ્ર વધારો થવાની ચિંતા વધી છે. સેન્સેક્સમાં ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં 10.24 લાખ કરોડ રૂપિયા ઘટીને 446.92 લાખ કરોડ થઇ ગઇ હતી જે અગાઉના સત્રમાં 457...