એસબીઆઈ લાઇફની ‘Thanks-A-Dot’ એ GUINNESS WORLD RECORDS® સર્જ્યો
એસબીઆઈ લાઇફની ‘Thanks-A-Dot’ એ GUINNESS WORLD RECORDS® સર્જ્યો, સ્તન કેન્સર અંગેની ચર્ચાઓને વિવિધ સમુદાયોમાં લિવિંગ રૂમની વાતચીત બનાવી વિક્રમજનક 1,191 ‘Hug of Life’ બેગ્સથી બનેલા બ્રેસ્ટ સેલ્ફ-એક્ઝામિનેશન મોઝેક સાથે એસબીઆઈ લાઇફનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ વહેલા નિદાન કરાવવા અને મહિલાઓના આરોગ્યની એકંદરે જાગૃતતાને પ્રોત્સાહન આપે છે Posted by Niilesh waghela મુંબઈ: એક અગ્રણી પહેલમાં ભારતની સૌથી વિશ્વસનીય ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે સ્તનના આરોગ્યને દરેક ઘરના લિવિંગ રૂમની ચર્ચાઓમાં સ્થાન આપીને આ સંદેશને વૈશ્વિક સ્તરે વધાર્યો છે અને GUINNESS WORLD RECORDS® માં સ્થાન મેળવ્યું છે. વિક્રમજનક 1,191 ‘Hug of Life’ હોટ વોટર બેગ્સનો ઉપયોગ કરીને સૌથી મોટું મોઝેક બનાવવામાં આવ્યું હતું જેમાં “Take A Breast Self-Exam with Thanks-A-Dot”નો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રયાસ ન કેવળ વહેલા નિદાન અને પોતાની સંભાળ રાખવાના મહત્વને મજબૂત રીતે સ્થાપિત કરે છે પરંતુ મહિલાઓના આરોગ્ય અંગેની મહત્વની વાતચીત પણ શરૂ કરે છે જેને ભારતમાં સામાન્ય બનાવવાની ખૂબ જરૂર છે. આ વિક્રમજનક ફોર્મેશનને નિ...