Stock market: Today's special session has election connection?
શેરબજાર આજે ઇલેક્શન ને કારણે ખુલ્લું છે? Posted by NILESH WAGHELA શેરબજાર આજે ઇલેક્શન ને કારણે ખુલ્લું છે? તો જવાબ છે હા અને ના! હા એટલે કે સોમવારે ચૂંટણી ને કારણે બજાર બંધ રહેવાનું છે અને જ્યારે પણ ખાસ કારણસર બજાર બંધ રહે છે ત્યારે બંને એક્સચેન્જ શનિવારે બજાર ચાલુ રાખીને ખાડૉ પુરે છે એવું જોવા મળ્યું હતું. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા વખતે પણ એવું થયું હતું. હવે આજનું અને જાહેર કરાયેલું સત્તાવાર કારણ જોઈયે. શેરબજારમાં ઉથલપાથલ ચાલી રહી છે. શનિવારે એટલે કે 18મી મેના રોજ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં ટ્રેડિંગ ચાલુ જ રહેશે. આ સમયગાળા દરમિયાન ખાસ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવશે. NSE અને BSEએ શનિવારે બજાર ખુલ્લું રાખવાનું નક્કી કર્યું છે, એ ચકાસવા માટે કે મુશ્કેલ સમય માટે તે કેટલા તૈયાર છે. BSE અને NSE એ જોવા માંગે છે કે જો બજારમાં અચાનક વિક્ષેપ આવે અથવા કોઈ મોટી નેટવર્ક નિષ્ફળતા પ્રકારની સમસ્યા હોય, તો તે સ્થિતિમાં બજાર કેવી રીતે કાર્ય કરશે અને વેપારીઓને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો પડશે. અગાઉ માર્...