એલઆઈસી એમએફ મેન્યુફેક્ચરિંગ ફંડમાં રોકાણની તક
એલઆઈસી એમએફ મેન્યુફેક્ચરિંગ ફંડમાં રોકાણની તક Posted by NILESH WAGHELA મુંબઈ: ભારતમાં સૌથી જૂના ફંડ હાઉસિસ પૈકીના એક એવા એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ (LIC Mutual Fund)એ એલઆઈસી એમએફ મેન્યુફેક્ચરિંગ ફંડ લોંચ કર્યું છે, જે મેન્યુફેક્ચરિંગ થીમ પર આધારિત એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. એનએફઓ સ્કીમ 20મી સપ્ટેમ્બર,2024થી સબ્સ્ક્રીપ્શન માટે ખુલવા જઈ રહેલ છે અને તે 4 ઓક્ટોબર,2024 સુધી ખુલ્લો રહેશે. આ સ્કીમ અંતર્ગત યુનિટ્સની ફાળવણી 11 ઓક્ટોબર,2024ના રોજ કરવામાં આવશે અને આ સ્કીમ શ્રી યોગેશ પાટિલ તથા શ્રી મહેશ બેન્દ્રે દ્વારા સંચાલિત રહેશે. સ્કીમ નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ (ટોટલ રિટર્ન ઈન્ડેક્સ)નો બેન્ચમાર્ક બનશે. આ સ્કીમના રોકાણ ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ થિમ પર આધારિત કંપનીઓની ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટમાં મુખ્યત્વે રોકાણ કરીને લાંબા ગાળાની મૂડીગત વૃદ્ધિ હાંસલ કરવાનો છે. આ વાતને લઈ કોઈ ખાતરી નથી કે સ્કીમ રોકાણ ઉદ્દેશ પૂરા કરશે. એનએફઓ દરમિયાન એપ્લિકેશન/સ્વિચ આ માટે લઘુત્તમ રકમ રૂપિયા 5,000/- હશે અને ત્યારબાદ રૂપિયા 1ના ગુણાંકોમાં રહેશે. આ સ્કીમનો ઉદ્દેશ મેન્યુફેક્ચરિં...