Utkarsh Small Bank opens 877th branch
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડે ભાયંદરમાં નવું બેન્કિંગ આઉટલેટ શરૂ કરીને તેની હાજરી વિસ્તારી આ સાથે બેન્ક મહારાષ્ટ્રમાં 72 બેન્કિંગ આઉટલેટ અને દેશભરમાં 877 બેન્કિંગ આઉટલેટ ધરાવે છે મુંબઈ: ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (યુએસએફબીએલ) દ્વારા આજે મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લામાં ભાયંદર ખાતે તેનું નવું બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યું હોવાની ઘોષણા કરવામાં આવી હતી. આ લોન્ચ સાથે બેન્કની મહારાષ્ટ્ર રાજ્યમાં શાખા 72 થઈ છે, જ્યારે 26 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત દેશભરમાં 877 શાખા થઈ છે. ઉદઘાટન વખતે સંબોધન કરતાં ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડનાં સ્વતંત્ર ડાયરેક્ટર શ્રીમતી કલ્પના પ્રકાશ પાંડેયે જણાવ્યું હતું કે, "બેન્ક તેની પહોંચ વધારી રહી છે અને શક્તિવાર તેની વૃદ્ધિ કરીને દેશભરમાં હાજરી ફેલાવી રહી છે તે જોઈને ખુશી થાય છે. હું બેન્કને તેના ભાવિ પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.” આ વિસ્તરણ પર બોલતાં ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી ગોવિંદ સિંહે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર અમારે માટે મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. આ બેન્કિંગ આઉટલેટનું ઉદઘાટન સ્...