Posts

Showing posts with the label ભારતીય વિદ્યા ભવન

ભવન્સ પરિવાર દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી

Image
ભવન્સ પરિવાર દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી Posted by NILESH WAGHELA મુંબઇ: જામનગર ખાતે ભારતીય વિદ્યા ભવન દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી ખૂબ રંગેચંગે કરવામાં આવી હતી.  માતૃભાષા દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થી ઓમાં ગુજરાતી ભાષા પ્રત્યેની જાગૃતિ લાવવાનો અને  તેમને ભાષા વૈભવથી પરિચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  જામનગરથી સુશ્રી જયાબેન મનવર જણાવે છે કે, શ્રી કનૈયાલાલ મુનશીનું આ દિવસે વિશેષ સ્મરણ થઈ આવે છે. કેમકે, મુનશીજી ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય સર્જક કહેવાય છે.  વળી, તેઓ ભારતીય વિદ્યાભવનનાં સ્થાપક પણ છે, એ બાબત ધ્યાનમાં રાખીએ તો માતૃભાષા દિવસની ઉજવણી ઉલ્લેખનીય લાગે છે.  અમારી શાળામાં આ દિવસે કોઈ વિદ્યાર્થીએ કાવ્યગાન કર્યું તો કોઈ વિદ્યાર્થીએ દલપતરામનું પ્રખ્યાત નાટક ‘જીવરામ ભટ્ટ' પ્રસ્તુત કર્યું. કોઈ વિદ્યાર્થીએ વક્તવ્ય આપ્યું તો કોઈ વિદ્યાર્થીએ પોસ્ટર બનાવ્યાં.  કોઈ વિદ્યાર્થીએ વળી સુવિચારો, સમાચારો, કાવ્યપંક્તિ, લેખ વાંચ્યા. ગુજરાતી ભાષા સમજે છે અને ગુજરાતી વિષય ભણે છે, એ માટે હસ્તાક્ષર કર્યા હતા. આમ, વિવિધ રીતે માતૃભાષા દિવસની ઉજવ...