Tax free India: જાણો સુબોધ જયપ્રકાશના સૂચનો
કરવેરા આતંકવાદ સામે વેપારીઓમાં આક્રોશ:બધા વેરા નાબૂદ કરી પ્રોપર્ટી પર વાર્ષિક એકવાર વેરાનું સૂચન અગ્રણી વેપારી સુબોધ જયપ્રકાશ દ્વારા જનજાગૃતિ માટે ‘‘ટૅક્સ ફ્રી ઈન્ડિયા’’ હિન્દી ફિલ્મનું નિર્માણ Posted by Nilesh waghela મુંબઈ: વેપારી સમુદાયે વેરાના આતંકવાદથી ત્રસ્ત થઈને આવકવેરો, જીએસટી, વેટ, એક્સાઈઝ ડ્યુટી, કસ્ટમ ડ્યૂટી, પ્રોપર્ટી ટૅક્સ, એમસીએ આરઓસી, પ્રોફેશનલ ટૅક્સ, સ્ટૅમ્પ ડ્યૂટી વગેરે નાબૂદ કરવાની માગણી કરી છે. તેમણે આના બદલે વનટાઈમ પ્રોપર્ટી ટૅક્સ લેવાનું સૂચન કર્યું છે. કમર્શિયલ એકમો પર સ્કે. ફિટ દીઠ રૂ. ૭૦૦નો ઍડવાન્સ ટૅક્સ લેવાની ભલામણ કરી છે. આનાથી સરકારી તિજોરીની આવક હાલના સ્તરેથી વધી જશે. આ ઉપરાંત બિઝનેસમૅન અને કરદાતાઓને થતી હેરાનગતિ અને ત્રાસ દૂર થઈ જશે. ભારત સરકારનું બજેટ રૂ. ૫૭ લાખ કરોડ આસપાસનું હોય છે. આમાં રૂ. ૪૦ લાખ કરોડની રેવન્યુ અંદાજાય છે અને રૂ. ૧૭ લાખ કરોડની ખાધ રહે છે. આ ખાધ વિવિધ પ્રકારનાં દેવાંથી પૂરી કરાય છે. આ ખાધ, દેવું અને વ્યાજની અસર ગણીએ તો આ કાળચક્રનો કોઈ અંત દેખાતો નથી. આ ઉપરાંત વિવિધ રાજ્યોનાં બજેટો અને મ્યુનિસિપલ બજેટો હોય છે. ત્યાં પણ દેવાં મારફત ફ...