Revolution in mosquito control by Godrej
ભારતની સૌપ્રથમ સ્વદેશી ધોરણે વિકસાવાયેલી મોસ્ક્વિટો વૈજ્ઞાનિકોએ ભારતની સૌપ્રથમ સ્વદેશી ધોરણે વિકસાવાયેલી મોસ્ક્વિટો રેપલન્ટ મોલેક્યુલ બનાવવામાં સફળતા મેળવી, ગેરકાયદેસર રીતે ચીનમાં વિકસાવાયેલા મોલેક્યુલ્સને હંફાવશે Posted by NILESH WAGHELA મુંબઇ: ભારતે મચ્છરોથી ફેલાતા રોગો સામેની લડતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના વૈજ્ઞાનિકોએ તેના પાર્ટનરની સાથે મળીને ભારતની સૌપ્રથમ સ્વદેશી ધોરણે નિર્મિત અને પેટન્ટેડ રેનોફ્લુથરિન વિકસાવી છે જે મચ્છરોના નિયંત્રણ માટે સૌથી વધુ અસરકારક લિક્વિડ વેપોરાઇઝર ફોર્મ્યુલેશન ધરાવે છે. રેનોફ્લુથરિન સાથે બનાવાયેલું આ ફોર્મ્યુલેશન ભારતમાં હાલ ઉપલબ્ધ લિક્વિડ વેપોરાઇઝર ફોર્મેટમાં બીજા કોઈપણ રજિસ્ટર્ડ ફોર્મ્યુલેશનની સરખામણીએ મચ્છરો સામે બે ગણું વધારે અસરકારક છે. સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી (સીઆઈબીએન્ડઆરસી) દ્વારા આકરા ટેસ્ટિંગ અને અપ્રૂવલ તેની અસરકારકતા અને સુરક્ષા દર્શાવે છે. હાઉસહોલ્ડ ઇન્સેક્ટિસાઇડ કેટેગરીમાં અગ્રેસર રહેલી જીસીપીએલ તેના નવા ગુડનાઇટ ફ્લેશ લિક્વિડ વેપોરાઇઝરમાં રેનોફ્લુથરિન ફો...