Posts

Showing posts with the label Tariff

Stock market bloodbath:એપ્રિલ ડૂલ: સેન્સેક્સમાં ૧૫૦૦ સુધીનો કડાકો

Image
એપ્રિલ ડૂલ: સેન્સેક્સમાં ૧૫૦૦ સુધીનો કડાકો  Posted by Nilesh waghela  મુંબઇ: એપ્રિલના પહેલા જ દિવસે શેરબજાર તેજીની વિકેટ ગુમાવીને એપ્રિલ ડૂલ બની ગયું. સેન્સેક્સમાં ૧૫૦૦ પોઇન્ટનો સુધીનો તોતિંગ કડાકો જોવા મળ્યો. નવા નાણાં વર્ષની ૨૦૨૦ના કડાકા બાદની, એટલે કે પાંચેક વર્ષની આ સૌથી નિરાશાજનક શરૂઆત રહી છે.  ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત થાય તે અગાઉ ખાસ કરીને આઇટી અને બેન્કત શેરોમાં વેચવાલીનું જોરદાર દબાણ આવવાથી નવા નાણાકીય વર્ષની કંગાળ શરૂઆત સાથે અમેરિકાના નવધોષિત ‘લિબરેશન ડે’ પહેલા સેન્સેક્સમાં ૧૩૯૦ પોઇન્ટનો જોરદાર કડાકો નોંધાવ્યો હતો અને રોકાણકારોના લાખો કરડોનું ધોવાણ થઇ ગયું હતું.  સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૩૯૦.૪૧ પોઇન્ટ અથવા તો ૧.૮૦ ટકાના તોતિંગ કડાકા સાથે ૭૬,૦૨૪.૫૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. સત્ર દરમિયાન તે ૧૫૦૨.૭૪ પોઇન્ટ અથવા તો ૧.૯૪ ટકાના ભયાનક કડાકા સાથે ૭૫,૯૧૨.૧૮ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. સેન્સેક્સના ૩૦માંથી માત્ર બે જ શેર પોઝિટિવ ઝોનમાં ટકી શક્યા હતા. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફટી ૩૫૩.૬૫ ર્પોીંટ અથવા તો ૧.૫૦ ટકાના કડાકા સાથે ૨૩,૧૬૫.૭૦ પોઇન્ટની સપાટ...