રાજકોટમાં બનશે રૂ.૪૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ * વિશ્વના સૌથી મોટા ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ દ્વારા દેશભરમાં 151 કરોડ વૃક્ષારોપણ અને સંવર્ધનનો વિશ્વવિસ્તૃત અભિયાનની જાહેરાત; સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મહારાષ્ટ્રમાં પ્રારંભિક 3 કરોડ વૃક્ષોનું વાવેતર* *5,000 વૃદ્ધોને આશ્રય આપવા માટે રૂ. 400 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ સંકુલ બની રહ્યું છે.* ~ મહારાષ્ટ્ર અને દેશના અન્ય તમામ ભાગોમાંથી વંચિત, નિઃસંતાન, ગરીબ અને બીમાર વૃદ્ધોને સંપૂર્ણ નિઃશુલ્ક સેવા ~ કાર્યક્રમને સમર્થન આપવા પૂજ્ય મોરારી બાપુની રામકથા 22 થી 30 નવેમ્બર દરમિયાન ઘાટકોપરમાં ~ MLA શ્રી પરાગભાઈ કિશોરભાઈ શાહ અને પરિવાર “મનોરથી” તરીકે સેવા આપશે ~ વિનુભાઈ તથા હસુભાઈ બચુભાઈ નાગ્રેચા (લંડન) તરફથી નવા પ્રોજેક્ટ માટે રૂ. 108 કરોડનું દાન Posted by Niilesh waghela *મુંબઈ: વૃદ્ધ સેવા અને પર્યાવરણ કેન્દ્રિત સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા રાજકોટ સ્થિત વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમે સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવવા અને સંવર્ધન કરવાની વિશાળ પ્રોજે...