Posts

Showing posts with the label The Bombay Grain Dealers Association

The Bombay Grain Dealers Association; અનાજ- કરીયાણાના રિટેલર્સનું સંગઠન આક્રમક મૂડમાં

Image
અનાજ- કરીયાણાના રિટેલર્સનું સંગઠન  આક્રમક મૂડમાં  અનાજ-કરીયાણાના ભાવ વધારા માટે રીટેલ દુકાનદારો જવાબદાર નથી: ગ્રેન ડીલર્સ Posted by Nilesh Waghela  મુંબઇ: અનાજ કરીયાણાના રીટેલ ભાવોમાં આવેલ ઉછાળા માટે રીટેલ દુકાનદારોના માથે દોષનો ટોપલો ઢોળનારાઓને પ્રત્યુત્તર આપતા ઘી મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસીએશને જણાવ્યું છે કે, રીટેલ દુકાનદારોએ હોલસેલ બજારમાંથી અનાજ-કરીયાણા ના ઉંચા ભાવની ખરીદીના બીલ સાચવી રાખ્યા છે. યોગ્ય સમયે સરકાર સમક્ષ તે રજુ કરવામાં આવશે, જેના આધારે ભાવ વધારા માટે જવાબદાર વ્યક્તિઓ સરકાર અને સામાન્ય જનતા સમક્ષ ખુલ્લા પડી જશે.  આજે જ્યારે રીટેલ દુકાનદારો ઓનલાઇન બિઝનેસ, સુપર માર્કેટ, વગેરેની ગળાકાપ સ્પર્ધાના પડકારોનો સામનો કરી રહ્યા છે, આવા ગળાકાપ હરીફાઇના કપરા સમયમાં તેઓ ભાવ ઘટાડવાને બદલે ઊંચા ભાવ લેવા માંડે એ તર્ક વિરૂદ્ધ હોવાનું જણાવતાં સંસ્થાના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ કહ્યું હતું કે, મુંબઇ જેવા શહેરમાં તોતિંગ ખર્ચાઓ અને નફાના નજીવા માર્જીનને કારણે રીટેલ દુકાનદારોને અનાજ- કરીયાણાનો ધંધો કરવો હવે પરવડતું નથી.  દુકાનના ભાડા, લાઇટબીલ, દુકાનની જાળવણીનો ખર્ચ, ...