રાતા સમુદ્રના રેડ એલર્ટ સાથે નિફ્ટીની નજર ૨૨,૦૦૦૦ના કિનારા તરફ
Nifty eyes @ 22000, amid red sea tention POSTED by NILESH WAGHELA મુંબઇ: નિષ્ણાતોની આગાહીને ખોડી પાડીને શેરબજાર સતત આગળ વધતું રહ્યું છે અને એ જ સાથે નિષ્ણાતોની ચેતવણીઓ વચ્ચે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઊંચા વેલ્યુએશન્સ છતાં ફાટફાટ તેજી ચાલી રહી છે. આર્થિક ડેટા અને વૈશ્ર્વિક વલણો જોતાં હાલ તો તેજીને બ્રેક મળે એવા કોઇ ટ્રીગર દેખાતાં નથી. એક વાક્યમાં કહીએ તો રાતા સમુદ્દના રેડ એલર્ટ સાથે નિફ્ટીની નજર ૨૨,૦૦૦૦ના કિનારા તરફ છે. બેન્ચમાર્ક ૨૨,૦૦૦ની સપાટી સરળતાથી અ સપાટી વટાવી જાય એવી શક્યતા છે. એકધારી તેજી અને ઊંચા વેલ્યુએશન્સ જોતા બજારને જો એકપણ ટ્રીગર મળી જશે તો ઝડપી અને તીવ્ર કડાકો સંભવ છે. એમાં પણ પાછું મિડકેપ અને સ્મોલ કેપમાં વધુ ઝડપી અને વધુ તીવ્ર કડાકા જોવા મળે એવી સંભાવના છે. ટેક્નિકલ નિષ્ણાત અનુસાર નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ લેવલ ૨૧,૮૦૦થી ૨૧,૯૦૦ છે અને જો નિફ્ટી ૨૧,૮૦૦ની ઉપર ટકી રહેશે તો ૨૨,૦૦૦ અને ૨૨,૨૦૦ સુધી આગલ વધી શકે. ફંડોમેન્ટલસ્ જોઇએ તો, ક્રૂડ ઓઇલના ભાવમાં સપ્તાહ દરમિયાન વધારો થયો છે, જ્યારે સ્તાનિક ધોરણે એફઆઇઆઇ નેટ સેલર્સ અને ડીઆઇઆઇ નેટ બાયર્સ બન્યાં છે. એફઆ...