BOOK LAUNCH: અમદાવાદ ખાતે ત્રણ સહિયારી બુકનું વિમોચન
મનપાંચમનો મેળો: ત્રણ સહિયારી બુકનું વિમોચન POSTED BY : NILESH WAGHELA મુંબઈ: રીફોર્મ ક્લબ, અમદાવાદ ખાતે તા.૧૦ ડીસેમ્બરના રોજ ત્રણ સહિયારી પુસ્તકોનો વિમોચન સમારંભ આયોજિત થયો હતો, જેમાં ગુજરાતી ભાષાના સંવર્ધનમાં સહિયારી બુકનો પ્રકલ્પ સમયની માંગ બની રહ્યો હોવાનો કેન્દ્રીય વિચાર ફરી મંચ પર પડઘાયો હતો. આ કાર્યક્રમમાં સુશ્રી ચેતના ભાટીયા અને સુશ્રી જાગૃતિ કૈલાના સંપાદન આંતર્ગતના બે પુસ્તકો, ૧) પગદંડી, અને ૨) સંવેદનાનો સંગમ શિર્ષક ધરાવતા પુસ્તકો, તેમ જ સુશ્રી ચેતના ભાટીયાના સ્વતંત્ર પુસ્તક Unspoken Feelingsનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી જયંત ડાંગોદરા( સંયોજક: *પાક્ષિકી ગુજરાતી સાહિત્ય પરિષદ, મેમ્બર-સેન્ટ્રલ કમિટી, ગુજરાતી સાહિત્ય પરિષદ), અતિથિવિશેષ શ્રી વિસ્વેશ ભારતીય(સ્કીટ રાઇટર, ડિરેક્ટર, કવિ, સોશ્યલ વર્કર, સ્ટ્રીટ ચીલ્ડ્રન સ્ટડી પ્રમોટર) તથા પ્રો. મુકુલ દવે *સનમ (કવિ, લેખક, ગઝલકાર) ઉપસ્થિત રહ્યા હતા. સહિયારા પુસ્તકનું સંપાદન-એક કળા વિષય પર સુશ્રી ચેતના ભાટિયાએ એમના વક્તવ્યમાં પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતુ...