Posts

Showing posts with the label EXIT POL

stock market: શેરબજારમાં સોમવારે જોરદાર ઉછાળો: આગળ શું?

Image
શેરબજારમાં સોમવારે જોરદાર ઉછાળો:  આગળ શું?  એક્ઝિટ પોલ અને શોર્ટ કવરિંગની અસરે બેન્ચમાર્ક નવી વિક્રમી સપાટી બતાવશે, જોકે રોકાણકારોની નજર ચૂંટણી પરિણામ પર  POSTED BY NILESH WAGHELA મુંબઈ: સોમવારે, એક્ઝિટ પોલના મજબૂત શાસક પક્ષ તરફી સંકેત, શોર્ટ કવરિંગ તેમજ વેલ્યુ બાઇંગને પરિણામે બજાર જોરદાર ઉછાળા સાથે ખૂલીને નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા છે, જોકે રોકાણકારોની નજર ચોથી જૂને જાહેર થનારા લોકસભાની ચૂંટણીના વાસ્તવિક પરિણામો પર મંડાયેલી રહેશે. જો પરિણામ અપેક્ષા અનુસારના આવશે તો એ દિવસે પણ જોરદાર વિક્રમી ઉછાલો જોવા મળશે.  નિફ્ટી ૫૦ બેન્ચમાર્કમાં અગાઉના સળંગ ચાર સત્રોમાં વિક્રમી ઊંચાઈથી ૬૦૦ પોઈન્ટ્સના કરેક્શન બાદ, ૩૧ મેના રોજ કળ વળતા બજારે રાહતનો શ્ર્વાસ લીધો હતો, જે એક્ઝિટ પોલની આગળ એક નાનું રિબાઉન્ડ દર્શાવે છે. પહેલી જૂનના રોજ એજન્સીઓના એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ત્રીજી વખત મજબૂત બહુમતી સાથે સરકાર બનાવે તેવી શક્યતા છે.  તાજેતરના ભૂતકાળમાં ભારે દબાણ હેઠળ રહેલા બજાર માટે, અપેક્ષા કરતાં વધુ સારા જીડીપી ડેટા ...