SEBI BANS ketan parekh
કેતન પારેખ પર પ્રતિબંધ: સેબી વસૂલ કરશે રૂ. ૬૬ કરોડ
POSTED BY NILESH WAGHELA
મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ કેતન પારેખ અને અન્ય બે એન્ટિટીને આગળ ચાલી રહેલા કૌભાંડ સંદર્ભેં શેરબજારમાં પ્રવેશ સામે તાત્કાલિક અમલમાં આવે એ રીતે પ્રતિબંધિત જાહેર કર્યો હતો. સેબી આ લોકો પાસેથી તેમણે ગેરકાયદેસર માર્ગે મેળવેલો રૂ. ૬૫.૭૭ કરોડ વસૂલ કરવા માટે કાર્યવાહી શરૂ કરવા નોટીસ ફટકારી છે.
કેતન પારેખ, સિંગાપોર સ્થિત ટ્રેડર્સ રોહિત સાલગાવકર અને અશોક કુમાર પોદ્દાર પર સંયુકત અને વિભક્ત રીતે કૌભાંડ દ્વારા ખોટી રીતે રૂ. ૬૫.૭૭ કરોડ પ્રાપ્ત કરવાનો આરોપ કર્યો છે અને તે વસૂલ કરવા માટે શા માટે પગલાં ના લેવામાં આવે અને શેરબજારમાં તેમનો પ્રવેશ પ્રતિબંધિત કેમ ના કરવામાં આવે એવા સવાલ સાથેની શો કોઝ નોટીસ ઉપરોક્ત ત્રણ જણા ઉપરાંત બાવીસ એન્ટિટીને ફટકારી છે.
માર્કેટ રેગ્યુલેટરે આદેશમાં જણાવ્યું છે કે ઉપરોક્ત બાવીસ એન્ટિટીએ નોટીસ મળ્યાના ૨૧ દિવસની અંદર સેબીને તેમના પ્રત્યુત્તર આપવાના રહેશે.
પારેખને ભૂતકાળમાં પણ બજારની હેરાફેરી માટે દોષિત ઠરવાયા છે. વર્ષ ૨૦૦૦ના કુખ્યાત શેરબજાર કૌભાંડમાં તેની ભૂમિકા બદલ તેને અગાઉ જેલ પણ થઇ છે અને તેમને ૧૪ વર્ષ માટે શેરબજારમાં પ્રવેશથી પ્રતિબંધિત કરાયા હતા.
સેબીની તપાસ અનુસાર સાલગાઓકર અને પારેખે યુએસ સ્થિત ફંડ હાઉસ (જેને બિગ ક્લાયન્ટ અથવા એફપીઆઈ તરીકે ઓળખવામાં આવે છે), વૈશ્ર્વિક સ્તરે લગભગ ૨.૫ ટ્રિલિયન ડોલરનું સંચાલન કરતા વેપારને આગળ ધપાવવાની એક નવી પદ્ધતિનું આયોજન કર્યું હતું.
Comments
Post a Comment