ઇડરના લિંબચિયા સમાજ દ્વારા નારી સમ્માનનું અનોખું આયોજન
સ્વયંભૂ સમ્માન: મહિલા દિને નારી દ્વારા નારીઓના સમ્માનનું અનોખું અને સુંદર આયોજન Posted by NILESH WAGHELA મુંબઇ: વિશ્વની પ્રત્યેક મહિલા સમાજને અદભુત યોગદાન આપે છે, જેનું મૂલ્ય આંકી શકે એમ ના હોવા છતાં સમાજે તેમના પ્રોત્સાહન અને કડર્ન ભાગરૂપે તેમનું સમ્માન કરવું જરૂરી હોવાના વિચાર સાથે સુશ્રી હીનાબેન લીંબચીયાએ મહિલા દિને મલાડ પશ્ચિમ ખાતે ‘સ્વયંભૂ સમ્માન’ના બેનર હેઠળ ગૃહિણીથી માંડીને ઉદ્યોજક નારીઓના સમ્માનના સુંદર અને અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પચાસ મહિલાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય ગૃહિણીઓથી માંડીને ડોકટર અને વકીલ સહિતના હોદ્દા ધરાવતી મહિલાઓ સામેલ હતી. આ સમારંભના ચીફ ગેસ્ટ તરીકે અક્ષય શક્તિ વેલ્ફેર એસોશિએશનના સીઈઓ ડો. નારાયણ એબી ઐય્યર અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે એલિયા સાર્વત હાઈ સ્કુલ એન્ડ જુનીઅર કોલેજના પ્રિન્સીપાલ મિસ. તરનુમ અહેમદ ઉપસ્થિત રહ્યાં હતાં. ઇડર-૨૭ લીંબચીયા સમાજ વતી લગભગ દરેક વર્ગની મહિલાઓના સમ્માનનું આયોજન કરનાર અને આ કાર્યક્રમના સૂત્રધાર અને ગોરેગામ પૂર્વ સ્થિત રોયલ એકેડેમી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ સુશ્...