INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ Posted by Nilesh waghela મુંબઇ: ભારતના કેસરીયા ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની તો ઠીક તેના શેરબજારની હાવત પણ ખરાબ કરી નાંખી અને તેને લોહીલૂહાણ કરીને લાલ રંગે રંગી નાંખ્યું. બુધવારે સમગ્ર ઉપખંડમાં ટ્રેડિંગ સ્ક્રીનો પર ઓપરેશન સિંદૂરનો રંગ સ્પષ્ટ રીતે વિભાજીત થયો હતો, કરાચીમાં તે લોહીયાળ લાલ અને મુંબઈમાં શાંત હરિત બન્યો હતો. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેન્દ્રો પર ત્રિપાંખિયો હુમલો શરૂ કર્યો ત્યારે, પાકિસ્તાનનો બેન્ચમાર્ક કેએસઇ-૧૦૦ ઇન્ડેક્સમાં છ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો, જ્યારે ભારતીય શેરબજારો શરૂઆતના ભયને દૂર કરીને અંતે પોઝિટવિ ઝોનમાં આગળ વધ્યા હતા, જે સ્થાનિક બજારમાં રોકાણકારોના વિશ્વાસનો સંકેત આપે છે. પાકિસ્તાનના આતંકવાદી કેન્દ્રો પર ભારતના હુમલા બાદ, પાકિસ્તાની બજારોમાં ધબડકો બોલાઇ ગયો હતો, જે એ નાપાક દેશની આર્થિક નબળાઈઓને પ્રતિબિંબિત કરે છે. તેનાથી વિપરીત, ભારતીય બજારો શરૂઆતમાં ઘટ્યા પરંતુ ઝડપથી સુધર્યા, રોકાણકારોના મજબૂત વિશ્ર્વાસ અને મજબૂત આર્થિક સંભાવના દર્શાવે છે. આ તફાવત બંને અર્...