તાજ ઈન્ડિયન ગ્રુપે હાંસલ કર્યું, ટોચના ચાર જ્યુસ નિકાસકારમાં સ્થાન
તાજ ઈન્ડિયન ગ્રુપે હાંસલ કર્યું, ટોચના ચાર જ્યુસ નિકાસકારમાં સ્થાન Posted by Shubham waghela મુંબઇ: ભારતીય મૂળની વ્યક્તિઓ દ્વારા સ્થાપિત પોલેન્ડ સ્થિત કંપની તાજ ઈન્ડિયા ગ્રુપે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એચએસ કોડ 22029920 હેઠળ ભારતની ટોચની ચાર જ્યુસ નિકાસકારમાંથી એક તરીકે અજોડ સ્થાન હાંસલ કર્યું છે, એવું ગ્લોબલ ઈમ્પોર્ટ- એક્સપોર્ટ ડેટા જણાવે છે. એચએસ કોડ 22029920 ફ્રૂટ પલ્પ અથવા ફ્રૂટ જ્યુસ આધારિત પીણું છે, જે વેપાર માટે હાર્મનાઈઝ્ડ સિસ્ટમ (એચએસ) હેઠળનાં આવાં પીણાંઓને વર્ગીકૃત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પાર્લે એગ્રો ટોચ પર છે, જ્યારે ગ્રુપ ચોથા સ્થાને આવે છે, જ્યારે પાંચમા સ્થાને ડાબર છે. ‘‘ગુજરાતમાં ફ્રૂટ જ્યુસ અને સ્પાર્કલિંગ ડ્રિંક્સ જેવાં નોન- આલ્કોહોલિક પીણાંનું કોન્ટ્રાક્ટ ઉત્પાદન દ્વારા કામગીરી શરૂ કર્યાના એક વર્ષમાં કંપનીનાં પ્રીમિયમ ફ્રૂટ્સનો ઉપયોગ કરીને બનાવાતાં પલ્પ આધારિત જ્યુસ યુરોપમાં તુરંત હિટ નીવડ્યાં હતાં,’’ એમ તાજ ઈન્ડિયન ગ્રુપના સંસ્થાપક હરપ્રીત સિંહે જણાવ્યું હતું. ‘‘ભારતમાં 12 મુખ્ય શહેર અને પાંચ મુખ્ય રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, આસામ અ...