સાંદીપનિ સાહિત્ય પર્વ દ્વારા દ્વિતીય જ્ઞાન સત્ર શિબિરનું આયોજન
સાંદીપનિ સાહિત્ય પર્વ દ્વારા દ્વિતીય જ્ઞાન સત્ર શિબિરનું આયોજન
Posted by Nilesh waghela
મુંબઇ: સાંદીપનિ સાહિત્ય પર્વ દ્વારા ૫/૧/૨૦૨૫ના દિવસે અમદાવાદ સીમા હોલ ખાતે દ્વિતીય જ્ઞાન સત્ર શિબિરનું આયોજન થયું. જે ખૂબ સુંદર રીતે સૌના મન માનસ પર ઊંડી છાપ છોડી જાય એવું રહ્યું.
નવોદિત વાચકો અને આદર્શ લેખકો વચ્ચેનો સેતુ બનીને આ સાંદીપનિ પર્વ કાર્ય કરવાનો આનંદ અનુભવે છે. સાંદીપનિ પર્વની આખી ટીમ સહું શિબિરાર્થીઓની આભારી છે.
કાર્યક્રમના મુખ્ય વક્તાઓ શ્રી ડો. રાઘવજી માધડ, શ્રી મનસુખભાઈ સલ્લા, શ્રી માધવ રામાનુજ, શ્રી હેમંત ગોલાણી, શ્રી ડો. જયેન્દ્રસિંહ જાદવ, શ્રી રામ મોરી, શ્રી રસિક પટેલ અને સુશ્રી એકતા દોશીના યોગ્ય માર્ગદર્શનથી સાહિત્ય ક્ષેત્રને ઊંડાણથી સમજવાની સૌને તક મળી.
આ સાથે ખામી અને અતિરેક ટાળવાની જે સોનેરી શીખ મળી એ પણ નોંધનીય હતી. કિરણબેન શર્મા, શીતલ માલાણી કાજલ શાહ, અલ્પા મોદી, કૌશલ મોદી, અમિત ટેલર, જગદીશ રથવી અને આખા આયોજનના સર્વેસર્વા એવા ડો. લશ્કરી સાહેબની કેટલાય સમયથી ચાલી રહેલી જહેમત ખરેખર રંગ લાવી.
આ ઉપરાંત ડૉ. કેશુભાઈ દેસાઈ, પરિક્ષિત જાનીનો સહકાર પણ મળ્યો. આ આયોજનમાં એક વ્યક્તિને કેમ ભૂલાય? ડૉ. ચૌલા લશ્કરી એ પણ પડદા પાછળ રહીને સહકાર આપ્યો હતો અને સીમા હોલના માલિક જયંતિ ભાઈ ઠાકોર નો સહયોગ પણ ઘણો રહ્યો.
આખા આયોજનને સફળ બનાવવામાં એનો સિંહફાળો ગણાવી શકાય. કાયમ માટે યાદગાર રહી જનારું આ જ્ઞાનસભર જ્ઞાનસત્ર તેના વિવિધ ચાર ચરણને સાર્થક કરતું મહાનુભવોની આત્મીય લાગણી અને સાહિત્ય પ્રત્યેની અનેરી પ્રીત થકી નવોદિતોને ઘણું શીખવી સરસ માર્ગદર્શન પૂરું પાડનાર સિદ્ધ બન્યું તેનો આત્મ સંતોષ થયો.
ભવિષ્યમાં પણ આવાં આવા અનેક કાર્યક્રમોમાં દરેક પોતાની રીતે સહાયતા કરશે અને ગુજરાતી સાહિત્યનાં પ્રચાર પ્રસાર અને તેના સંવર્ધન માટેનાં પ્રયત્નો માટે સાંદીપનિ સાહિત્ય પર્વની સાથે રહેશે એવો વિશ્વાસ પણ આપ્યો. જે આ કાર્યક્રમની અનોખી સફળતાં ગણાવી શકાય.
Comments
Post a Comment