SAGA OF A Dance-Empress: નૃત્ય-સામ્રાજ્ઞી: કથા એક બેગ્લુરુ બેબીની, જે બની ગઇ બોમ્બે ક્વીન
નૃત્ય-સામ્રાજ્ઞી; શિલ્પા ગણાત્રા કથા એક બેગ્લુરુની બેબીની, જે બની ગઇ બોમ્બેક્વીન POSTED BY: NILESH WAGHELA આ કથા બેગ્લુરુની એક એવી યુવતીની છે, જેણે સ્વબળે, પોતાના યત્નોથી પોતનું સ્વપ્ન સાકાર કર્યું. શિર્ષક પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે નૃત્યકલાની વાત કરી રહ્યાં છીએ. તમે જ્યાં જન્મ લો અને ત્યાં જ વિકાસ સાધો ત્યારે તમારી અડધી સમસ્યાઓ દૂર થઇ જતી હોય છે, કારણ કે અનેક સહાય અને સહકાર મળી રહે છે. પરંતુ જ્યારે તમારે તમારા જન્મ સ્થળથી અજાણ્યા સ્થાને જવું પડે અને તે છતાં તમે તમારા ક્ષેત્રે કમાલ કરી બતાવો અને તેને લોકચાહના અને સરાહના મળે તો, તમારે માટે કહેવું જ પડે... વાહ જનાબ, ક્યા બાત હૈ! આ એક બેંગ્લુરું યુવતીની વાર્તા છે, જે અહીં આવીને નૃત્ય ક્ષેત્રે બોમ્બે (હાલ મુંબઈ)ની રાણી એટલે કે નૃત્ય-સામ્રાજ્ઞી બની ગઇ. નૃત્ય ક્ષેત્રે એમણે નવો ચીલો ચાતરીને એક અનોખું સામ્રાજ્ય સ્થાપ્યું. હા, અવિશ્વસનીય લાગે એવી પરંતુ સત્યકથા છે. એ પણ નોંધવું રહ્યું કે તેમણે પોતાનું કાર્યક્ષેત્ર માત્ર મુંબઈ કે ભારતના નૃત્યજગતની રાણી બનવા સુધી સીમિત નથી રાખ્યું, પરંતુ કલાક્ષેત્રે અનેક કિલ્લાઓ સર કરીને ઢગ...