ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપનિ સાહિત્ય પર્વ
ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપનિ સાહિત્ય પર્વ Posted by NILESH WAGHELA અમદાવાદ: *ગુજરાતી સાહિત્ય પરિષદ' અને 'સાંદીપનિ સાહિત્ય પર્વ' ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨/૫/૨૪ ને રવિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે એક દિવસીય સાહિત્ય લેખન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું* આ શિબિરમાં ગુજરાતભરમાંથી બસ્સો જેટલાં સર્જકો, સાહિત્યરસિકો અને જિજ્ઞાસુઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. સાહિત્ય લેખન શિબિરમાં સૌપ્રથમ સાંદીપનિ પર્વના સંચાલિકા શ્રીમતિ કિરણબેન શર્મા એ હૃદયના ભાવથી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંચાલક શ્રી અમિત ટેલર એ સૌને કાર્યક્રમની રૂપરેખાથી અને આયોજન થી માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ સાંદીપનિ સાહિત્ય પર્વના મુખ્ય સંયોજક ડૉ. હર્ષદ લશ્કરીએ આ શિબિરના હેતુ અને જરૂરિયાત બાબતે ચિંતનાત્મક વાતો કરી પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રી યોગેશ જોશી સાહેબે સૌને આવકાર આપ્યો હતો અને ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સૌ સર્જકો અને ભાવકોને માહિતગાર કર્યા હતાં. ...