Morbi: મોરબી મુકામે ઉજવાયો ત્રણ સાહિત્ય પરિવારનો સાહિત્યોત્સવ
મોરબી મુકામે ઉજવાયો ત્રણ સાહિત્ય પરિવારનો સાહિત્યોત્સવ
POSTED BY NILESH WAGHELA
મુંબઇ: ગુજરાતની ઔદ્યોગિક નગરી મોરબી મુકામે ઉત્સાહી સાહિત્ય રચનાકારોએ અનોખા એકદિવસીય સાહિત્યોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે એકત્રિત થયેલા સાહિત્યરસિક અને સાહિત્ય સર્જકોએ ૪૪થી વધુ ક્ાવ્યરચનાની પ્રસ્તુતી કરી હતી.
વિગતવાર વાત કરીએ તો વડોદરા સ્થિત સ્વ. ખ્યાતિ ધ્રુવ પટેલ (પાઠક)ના સ્મરણાર્થે સાહિત્ય જગત, સાહિત્ય પ્રકાશ પરિવાર અને ચાલો સાહિત્યના પંથે એમ ત્રણ પરિવારનો એક દિવસીય સાહિત્યિક કાર્યક્રમ કિરણબેન શર્મા "પ્રકાશ", હાર્દિકભાઈ પરમાર " મહાદેવ " અને જાગૃતિ કૈલા "ઊર્જા " દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની વિશેષતાની વાત કરીએ તો તેમાં ૩૨ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું અને ૪૪ સર્જકો દ્રારા કાવ્યપઠન કરવામાં આવ્યું હતું. અન્ય ગ્રુપ સંચાલકોનું મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એ જ સાથે પુસ્તકો વિમોચકનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આવનાર દરેક સર્જકોનું મોમેન્ટોથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૧૬ તેજસ્વી તારલામાંથી ઉપસ્થિત સાત સભ્યોને પ્રમાણપત્ર દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના પ્રારંભના સમયે નીલકંઠ સ્કૂલના ભવ્ય હોલમાં આવનાર દરેક સભ્યોનું કુમકુમ તિલક અને રમેશ ભટ્ટના " તે શક્ય છે" પુસ્તક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગરમ ચા નાસ્તાને ન્યાય આપી સાહિત્યિક કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને શ્રી રાઘવજીભાઈ માધડ, તથા તેમના જીવનસંગિની પુષ્પા બહેન અને મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડો. દેવેન્દ્ર દેકિવાડિયા સાહેબ, ડો. સતિષભાઈ પટેલ સાહેબ, ડો. રમેશભાઈ ભટ્ટ, ડો. હર્ષદભાઈ લશ્કરી સાહેબ અને ગઝલકાર શ્રી નિરંજનભાઈ શાહ પધાર્યા હતા.
ઉપરોક્ત દરેક સન્માન આદરણીય અતિથિ હસ્તક થયું હતું. આ ઉપરાંત બપોરે પ્રીતિ ભોજન અને મહામૂલી લાગણીનું આદાનપ્રદાન થયું હતું. દરેકને સરખો સમય મળી રહે માટે શક્ય પ્રયત્નો કર્યા હતા.
આ કાર્યક્રમમાં આવનાર ગુજરાતના જુદા જુદા સ્થળોનાં સર્જકોએ પ્રાણ પૂર્યા હતા. આ કાર્યક્રમમાં કૌશલભાઈ મોદી, અલ્પાબેન મોદી, જીવતીબેન પિપલીયા, સુનિલભાઈ મહેતા અને નિલેશાબેન પાઠકે સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમના પ્રવકતાએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત નીલકંઠ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ દિપ્તીમેડમનો સમગ્ર પરિવાર આભારી છે.પરિવારના તમામ સભ્યોના પણ અમે આભારી છીએ.
- આલેખન અને પ્રેષક: જાગૃતિ કૈલા
------------
ખૂબ ખૂબ આભાર
ReplyDeleteWelcome
Deleteખૂબ સરસ, ખૂબ સરસ
ReplyDeleteThanks and welcome
Delete