Posts

Showing posts with the label Silver

Budget & Gold: બજેટના એક દિવસ પહેલા સોનું ઉછળ્યું: આગળ શું?

Image
બજેટના એક દિવસ પહેલા સોનું ઉછળ્યું: આગળ શું થશે? Posted by Nilesh waghela  મુંબઈ: બજેટના એક દિવસ પહેલા, શુક્રવાર, જાન્યુઆરી 31, 2025ના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જવેલર્સ આયાત જકાત ઘટાડવા અપીલ કરી રહ્યા છે ત્યારે બજેટના એક દિવસ પહેલા સોનું મોંઘુ થઈ ગયું છે. એવી ધારણા છે કે સરકાર આવતીકાલે 1 ફેબ્રુઆરી 2025ના બજેટમાં સોના પરની આયાત ડ્યૂટી વધારી શકે છે, જે સરકારે અગાઉના બજેટમાં ઘટાડી હતી. જો આમ થશે તો સોનાના ભાવમાં વધારો થઈ  શકે છે. આજે બજેટના એક દિવસ પહેલા 24 અને 22 કેરેટ સોનાની કિંમત લગભગ ૮૦૦ રૂપિયા મોંઘી થઈ ગઈ છે. મુંબઇ ખાતે શુદ્ધ સોનું રૂ. ૭૮૦ના ઉછાળા સાથે રૂ. ૮૧,૭૫૭ બોલાયું છે જ્યારે ચાંદી રૂમ ૧૩૪૯ ઉછળી ને રૂ. ૯૪,૫૩૩ બોલાઈ છે. ચાંદીમાં બે દિવસમાં રૂ. ૩૦૦૦ વધ્યા છે.  બજેટ 2025 પહેલા સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ રોકાણકારો અને સામાન્ય ખરીદદારોની વધતી માંગ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને અમેરિકન નીતિઓમાં ફેરફારને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે વધુ સોનું ખરીદી રહ્યા છે. આ વધતી માંગને કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્ય...

Gold on fire: સોનામાં રૂ.૧૧૪૪નો જોરદાર ઉછાળો

Image
સોનામાં રૂ.૧૧૪૪નો જોરદાર ઉછાળો, ચાંદી ૮૫૭૦૦ને પાર Posted by NILESH WAGHELA  મુંબઇ: સોનાચાંદીના ભાવ સપ્તાહના છેલ્લા દિવસે સ્પ્રિંગની જેમ ઉછળ્યા છે. મુંબઇના ઝવેરી બજારમાં ૯૯૯ ટચના શુદ્ધ સોનાના ભાવ રૂ. 71,801ના પાછલા બંધ સામે દસ ગ્રામદીઠ રૂ. 1,144ના જોરદાર ઉછાળા સાથે રૂ 72,945ની સપાટીએ પહોંચ્યા છે.  જ્યારે ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 71514ના પાછલા બંધ સામે રૂ. 852ના જોરદાર ઉછાળા સાથે દસ ગ્રામદીઠ રૂ 72,653ની સપાટીએ પહોંચ્યા છે.  એ જ રીતે, .૯૯૯ હાજર ચાંદીના ભાવ એક કિલો દીઠ રૂ. 83,188 સામે  રૂ. 2607ના ઉછાળા સાથે રૂ. 85,795ની સપાટીએ પહોંચ્યા હતા.  વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. MCX પર સોનું શુક્રવારે લગભગ 400 રૂપિયા મોંઘું થઈ ગયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 600 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોનાના ભાવમાં 13 સપ્ટેમ્બરે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આ ગઈકાલની સરખામણીમાં 425 રૂપિયા વધીને 73,249 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચી ગયું છે. ગુરુવારે ઘરેલુ બજારમાં સોનું 72,824 રૂપિયે બંધ થયું હતું. સોના ઉપરાંત ચાંદીના ...