Posts

Showing posts with the label Ambani

Ambani and HDFC banks eye Paytm?

Image
શું અંબાણી, એચડીએફએસી બેંકની નજર પેટીએમ પર છે? જીઓના શેરમાં ૧૪ ટકા સુધીનો ઉછાળો Posted by NILESH WAGHELA મુંબઇ: અંબાણી અને એચડીએફએસી બેંકને પેટીએમ વોલેટ હસ્તગત કરવામાં રસ હોવાના અહેવાલો વચ્ચે જીઓના શેરમાં ૧૪ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.  નોંધવુ રહ્યું કે આરબીઆઈએ પેમેન્ટ બેંકને ગ્રાહકના ખાતામાં કોઈપણ થાપણો અથવા ક્રેડિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી ફિનટેકની અગ્રણી પેટીએમ અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહી છે.  નિયમનકાર પેટીએમ પર સંભવિત મની લોન્ડરિંગ અને તમારા ગ્રાહક (KYC)ના ઉલ્લંઘનો પર બેંકિંગ લાયસન્સ રદ કરવાનું પણ વિચારી રહ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન દિગ્ગજ કંપનીઓ Paytm વોલેટમાં રસ ધરાવતી હોવાના અહેવાલોની ચર્ચા વચ્ચે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર સોમવારે BSE પર 14% થી દિવસની ઊંચી સપાટીએ રૂ. 288.75 સુધી પહોંચ્યો હતો.  એક અખબારના અહેવાલમાં જણાવાયું હતું કે કટોકટીગ્રસ્ત વન 97 કોમ્યુનિકેશન્સ મુકેશ અંબાણીની માલિકીની NBFC અને ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા HDFC બેન્ક સાથે તેના વૉલેટ બિઝનેસ વેચાણ માટે વાટાઘાટ કરી રહી છે. ટાઈમ્સના અહેવાલ અનુસાર આ બાબતની જાણકારી...

Ayodhya: destination for all businesses

Image
રામને નામે સૌ તરી જવા માંગે છે મુંબઇ: રામને નામે સૌ તરી જવા માંગે છે. લગભગ બધી કંપનીઓ અયોધ્યા પહોંચવા તત્પર છે. ભગવાન શ્રી રામ દેશની મોટી કંપનીઓને ઉપયોગી થશે. તેનું કારણ 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. માત્ર 3.5 લાખની વસ્તીવાળા અયોધ્યામાં ‘રામ મંદિર’ ભક્તોના દર્શન માટે ખુલ્લુ મુકાયા બાદ અંદાજે 10 લાખ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચશે. તેથી જુદા-જુદા બિઝનેસ ગ્રૂપને પણ અહીં મોટી તક મળશે. ‘વંદે ભારત’ પ્રીમિયમ ટ્રેન શરૂ કરવામાં આવી અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યા પહોંચવા માટે ‘વંદે ભારત’ પ્રીમિયમ ટ્રેન પણ શરૂ કરી છે. હવે કોકા-કોલાથી લઈને બિસલેરી, હજમોલાથી લઈને પારલે અને અંબાણી-અદાણીની કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપનીઓ કોઈ તક છોડવા માંગતી નથી. વિનામૂલ્યે હજમોલાનું કરવામાં આવશે વિતરણ ડાબર ગ્રુપે તેની લોકપ્રિય બ્રાન્ડ ‘હજમોલા’ને પ્રમોટ કરવા માટે એક રણનીતિ બનાવી છે. 22 ડિસેમ્બરના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આવનાર મહેમાનોને જુદા-જુદા સ્થળ પર ઉપલબ્ધ ભોજનાલય અને ભંડારામાં વિનામ...