Germany Ariha case: jain community to pray in paryushan
જૈન બાળકીને ઉગારવા પર્યુષણમાં આરાધના અભિયાન Posted by Nilesh waghela મુંબઈઃ પર્યુષણના પવિત્ર મહિનામાં જૈન બાળકીને ઉગારવા આરાધના કરવા જૈન સમુદાયે સૌને અપીલ કરી છે. જર્મનીમાં પાછલા, ૩૬ મહિનાથી સપડાયેલી અને ફોસ્ટર કેરમાં ગોંધાઈ રહેલી થાણે જિલ્લાની સાડા ત્રણ વર્ષની બાળકીને વહેલી તકે ભારત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પ્રયાસો કરી રહ્યું છે અને એ સાથે આ નાનકડી બાળકીને ઉગારવા જૈન સમુદાયે અધ્યાત્મ અને ભક્તિના માધ્યમે પ્રાર્થના કરવા અનોખું અભિયાન શરૂ કર્યું છે. અરિહાના પરિવારની વિનંતી ધ્યાનમાં રાખીને ભારત સરકાર વતી વિદેશ ખાતાના પ્રધાન એસ જયશંકરે કેટલાક દિવસો અગાઉ જર્મનીને અપીલ કરી હતી કે બાળકીને એની સંસ્કૃતિ, ધર્મ અને ભાષાથી દૂર રાખવી યોગ્ય નથી. આના પ્રત્યુતરમાં જર્મની વતી સિનિયર જર્મન ડીપ્લોમેટ જ્યોર્જ એંઝવેલરે કહ્યું હતું કે દરેક પક્ષને સ્વીકાર્ય હોય એવો ઉકેલ શોધવાની પ્રક્રિયા ચાલુ છે. જોકે આ વાતને ઘણાં દિવસો થયાં હોવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી! નોંધવુ રહ્યું કે મુંબઇના પરાં વિસ્તાર ભાઈંદરમાં રહેતાં અને જર્મનીમાં કામ કરતાં ભાવેશ શાહ અને ધારા શાહની દીકરી અરિહ...