High security registration plates: A National concern
હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ: રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય Posted by NILESH WAGHELA મુંબઈ: હાલ ચાલી રહેલા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસમાં નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલના સભ્ય તથા રાહત (સેફ્ટી કમ્યૂનિટી ફાઉન્ડેશન)ના સ્થાપક સભ્ય ડો. કમલ સોઈ મુસાફરોની માર્ગ સુરક્ષા, નાગરિકોની સલામતી અને દેશની રાષ્ટ્રીય સુરક્ષા અંગેનો એક મહત્વનો મુદ્દો રજૂ કરવા માંગે છે. આ મુદ્દો મહારાષ્ટ્ર રાજ્યમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ (એચએસઆરપી)ના અમલીકરણ અંગેનો છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા બહાર પડાયેલા નોટિફિકેશન/કાયદાકીય ઓર્ડર અને સીએમવીઆરના સુધારેલા નિયમ 50 મુજબ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના અનુસંધાનમાં આ અમલીકરણ ફરજિયાત છે. ભારત સરકારે માર્ચ 2001માં મોટર વ્હીકલ્સ એક્ટ 1988ની કલમ 41(6)ની જોગવાઈઓ હેઠળ એક પરિપત્ર બહાર પાડીને હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ જારી કરવા અને લગાવવા માટેની નવી સ્કીમ દાખલ કરી હતી. માનનીય સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ સાથે અનેક રાજ્ય સરકારે 2011માં જ તેમના સંબંધિત રાજ્યોમાં આ સ્કીમ શરૂ કરી દીધી હતી. જોકે મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોએ સર્વો...