Posts

Showing posts with the label સમ્માન

સ્વયંભૂ સમ્માન: મહિલા દિને ગૃહિણીથી માંડીને ઉદ્યોજક નારીઓનું સમ્માન

Image
સ્વયંભૂ સમ્માન: મહિલા દિને ગૃહિણીથી માંડીને ઉદ્યોજક નારીઓનું સમ્માન Posted by NILESH WAGHELA મું બઇ: મહિલા દિને મલાડ પશ્ર્ચિમ ખાતે ‘સ્વયંભૂ સમ્માન’ના બેનર હેઠળ ગૃહિણીથી માંડીને ઉદ્યોજક નારીઓનું સમ્માન કરવામાં આવશે. ઇડર-૨૭ લીંબચીયા સમાજ વતી લગભગ દરેક વર્ગની પચાસેક મહિલાઓના સમ્માનનું આયોજન કરનાર અને આ કાર્યક્રમના સૂત્રધાર અને ગોરેગામ પૂર્વ સ્થિત રોયલ એકેડેમી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ  સુશ્રી હીના લીંબચીયા માને છે કે દરેક સ્ત્રી સમ્માનની હકદાર છે.  તેઓ કહે છે કે, રસોઈથી રાજકારણ સુધી, વ્યવહારથી વ્યવસાય સુધી. મમતાની મૂર્તિથી મહેનતની પરાકાષ્ઠા સુધી. ચાર દિવારથી ચાંદ સુધી. આજની મહિલા બધે જ છે, ક્યાં નથી? તેઓ કહે છે કે, આ વાત મારી છે, તમારી છે, દરેક નારીની છે.  તેઓ મહિલાઓને એવો સંદેશ આપે છે કે, બહેનો, દરેક નારીમાં ક્ષમતા સમાન જ હોય છે, પણ તે ક્ષમતાને તે જ સાર્થક બનાવે છે, જે તેને ઓળખી લે છે.  તેમણે કહ્યું હતું કે, તારીખ ૮ માર્ચ મહિલા દિવસ તરીકે ઉજવાય છે. અને સમાજની બહેનોને જણાવતા અત્યંત આનંદ થાય છે કે, સમાજની બહેનો તથા મહિલાઓ માટે એ જ દિવસે એક સુંદર મજાનો કાર્યક્ર...