INDIAN WEDDINGS: RS. 4.25 LAKH CR. WILL SPENT IN TWO MONTHS
દેશમાં માત્ર બે મહિનામાં 35 લાખ મેરેજમાં ખર્ચાશે 4.25 લાખ કરોડ posted by NILESH WAGHELA મુંબઇ: દેશમાં આગામી નવે.થી ડિસેમ્બર સુધીમાં આયોજિત અંદાજે 35 લાખ લગ્ન પર ભારત રૂ.4.25 લાખ કરોડનો ખર્ચ કરશે એવો અંદાજ કેપિટલ પ્રભુદાસ લિલાધરના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતમાં નવેમ્બરથી ડિસેમ્બરના મધ્ય સુધીમાં અંદાજે 35 લાખ લગ્નોનું આયોજન થશે, જે સંખ્યા ગત વર્ષ દરમિયાન 32 લાખ હતી. રિપોર્ટ ‘બેન્ડ બાજા બારાત એન્ડ માર્કેટ’ અનુસાર જુલાઇમાં સોના પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાને કારણે તહેવારો તેમજ લગ્નસરાની મોસમ દરમિયાન લોકો વધુ ખર્ચ કરશે. સોના પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 15%થી ઘટીને 6% થવાને કારણે દેશભરમાં તહેવારો તેમજ લગ્ન દરમિયાન સોનાની ખરીદીને પણ વેગ મળશે. સોનાના સાંસ્કૃતિક તેમજ ધાર્મિક મહત્વ તેમજ કિંમતી રોકાણ તરીકે તેનું સ્ટેટસ છે ત્યારે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાથી પણ માંગને વેગ મળશે. CIIના સરવેને ટાંકવામાં આવ્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેશમાં 15 જાન્યુઆરીથી 15 જુલાઇ દરમિયાન, અંદાજે 42 લાખ લગ્નપ્રસંગનું આયોજન થયું હતું, જેમાં અંદાજે રૂ.5.5 લાખ કરોડનો ખર્ચ કર...