Posts

Showing posts with the label sadbhavna vriddhashrm

Rajkot: રાજકોટમાં વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ

Image
રાજકોટમાં ૩૦૦ કરોડના ખર્ચે બંધાશે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ Posted by Barkha Vaid મુંબઇ: આજે જ્યારે ભારતીય સંસ્કૃતિના પાયા સમાન સામાજિક અને ભાવનાત્મક ઐક્ય અને કુટુંબ પ્રથા વિલુપ્તીને આરે પહોંચી ગઈ છે અને તેને કારણે નિરાશ્રિત તથા નિઃસહાય વૃદ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે  આ વર્ગની સહાય અને સેવા માટે આશ્રમોની સંખ્યા આવશ્યકતા સામે મર્યાદિત છે.  આ મર્યાદાને થોડા અંશે પૂર્ણ કરવાની દિશામાં આગળ વધતા રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમે રાજકોટમાં રામપર ખાતે૩ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ સ્થાપવાની યોજના બનાવી છે. સંસ્થાના પ્રવકતાએ માહિતી આપી હતી કે, વૃદ્ધાશ્રમ રાજકોટ-જામનગર હાઇવે પર 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે અને તે વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમોમાંનું એક રહેશે. 30 એકરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું આ આશ્રમ 7 ટાવર્સ સાથે બનશે, જેમાં દરેક ટાવરમાં 11 માળ હશે અને કુલ 1400 ઓરડાઓ હશે. તેનો મુખ્ય હેતુ 5000 નિ:સંતાન, બીમાર, અપંગ અને પથારીવશ વૃદ્ધોને જીવનભર મફત આશ્રય અને સંભાળ પૂરી પાડવાનો છે. આ આશ્રમ તમામ ધર્મ, જાતિ અને સમુદાયના લોકોનું સ્વાગત કરશે. તેમાં...