જેડીટી હાઈસ્કૂલ ષષ્ઠીપૂર્તીની ધમાકેદાર ઉજવણીની તૈયારીમાં Posted by Niilesh waghela મુંબઈ: સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી માધ્યમની જ્યોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઈસ્કૂલ, ધૂમધામ સાથે ષષ્ઠીપૂર્તીની ઉજવણીની તૈયારી કરી રહી છે અને માતૃભાષાના ગૌરવને વધાવવા સાથે સર્વ ભાષાને સમ્માન આપવાનો ઉદ્દેશ સિદ્ધ કરતુ આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ વખતે જે. ડી . ટી હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ દ્વારા વર્ષ 1964 થી 2025 સુધીના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હાલના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારજનોને એકત્રિત કરતી અનોખી પહેલ “વર્ણિકા” નામક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના પ્રવક્તાએ જણાવ્યું કે ૨૦ અને ૨૧ ડિસેમ્બરે, બપોરે ત્રણથી રાતે દસ વાગ્યા સુધી યોજાનાર કાર્યક્રમ “વર્ણિકા”વર્ણ અને રંગોના સમન્વયથી ભારતીય સંસ્કૃતિને સાકાર કરનાર એક સંસ્કારના સોનેરી બીજના વાવેતર માટે તૈયાર કરવામાં આવેલો એક અનોખો ઉત્સવ છે. આ મહોત્સવમાં પાંચ દાયકાથી વધુ સમયના આ શાળાના વિદ્યાર્થીઓ એક મંચ પર આવી પોતાની સફળતા, અનુભવો અને જીવનમૂલ્યો હાલના વિદ્યાર્થીઓ સાથે વહેંચશે, જેથી શિક્ષણ પ્રત્યે પ્રેરણા, માતૃભાષા પ્રત્યે ગૌરવ અન...