Posts

Showing posts with the label 000 level

stock update: Sensex tops 74,000 level for first time

Image
શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ પહેલી વાર ૭૪,૦૦૦ને આંબી ગયો  Posted by NILESH WAGHELA  મુંબઇ: શેરબજારમાં મજબૂત અંડરટોન જોવાઇ રહ્યો છે. સત્રની શરૂઆતથી વિવિધ પરબિળોને કારણે એકંદર નિરસતા રહી હોવા છતાં સેન્સેક્સ પ્રથમ વખત ૭૪,૦૦૦ની સપાટી વટાવીને ૭૪,૧૦૭ સુધી ાગદળ વધ્યો હતો. બેન્ક નિફ્ટીએ પણ ૪૮,૦૦૦ની સપાટી વટાવી હતી, જ્યારે નિફ્ટી તાજી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.  ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં ભારતીય શેરબજારે દિવસના નીચા સ્તરેથી સ્માર્ટ રિબાઉન્ડ કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને એક દિવસના વિરામ બાદ ફરી તેજીની દિશામાં આગળ વધ્યાં હતાં અને તેમની જીવનકાળની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.  સવારથી જ ખાનગી બેન્કિંગ શેરોએ રેલીનું નેતૃત્વ કર્યું હતું અને બપોરના સત્ર દરમિયાન સેન્સેક્સ ૭૪,૦૦૦ પોઇન્ટની સપાટીને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટી પ્રથમ વખત ૨૨,૪૦૦ની ટોચ પર પહોંચ્યો હતો. દરમિયાન, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શેર અને ડિબેન્ચર સામે કોઈપણ પ્રકારનું ધિરાણ કરવા પર પ્રતિબંધ જાહેર કર્યા પછી જેએમ ફાઈનાન્શિયલના શેર ૨૦ ટકાની નીચલી સર્કિટને અથડાયા હતા. આઇઆઇએફએલ બાદ આ બીજી એમબીએફસ...

Stock market trends: Nifty reclaims 22,000 level

Image
શેરબજારમાં સતત ચોથા દિવસે સુધારો: nifty ફરી ૨૨૦૦૦ની ઉપર Posted by NILESH WAGHELA  મુંબઇ: જાપાન અને યુકેમાં મંદીની સતાવાર જાહેરાતના અહેવાલો વહેતા થયા હોવા છતાં યુએસના નવા ડેટામાં અમેરિકામાં રીસેશનની શક્યતા ટળી હોવાના સંકેત મળતા એશિયાના બજારોમાં સુધારો જોવા મળ્યો હતો અને તેની પાછળ ભારતીય શેરબજારમાં પણ સતત ચોથા દિવસે આગેકૂચ જોવા મળી છે અને નિફ્ટીએ ૨૨૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી લીધી છે. બજારના સાધનો અનુસાર, રિટેલ ઇન્વેસ્ટર્સ અને સ્થાનિક ફંડોની લેવાલીનો પણ ટેકો મળી રહ્યો છે. અમેરિકાના તાજા ડેટામાં વિશ્વના સૌથી મોટા અર્થતંત્રને કળ વળી રહી હોવાના સંકેત મળ્યા પછી એશિયન શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. ઉપરાછાપરી વેચાણ અને ખરીદીના કારણે બજાર તાજેતરના દિવસોમાં સતત અફડાતફડીમાંથી પસાર થઈ રહ્યું છે.   વિદેશી સંસ્થાકીય ફંડોએ છેલ્લા 2 દિવસ દરમિયાન, કેશ સેગમેંન્ટમાં રૂ. 6993 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 5173 કરોડની ઇક્વિટી ખરીદી હતી.  "10-વર્ષના યુએસ બોન્ડની યીલ્ડ 4.24% ની ઊંચી હોવાથી FIIના વેચાણનો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. DIIની ખરીદીનો ટ્રે...