Posts

Showing posts with the label Mira road

Radiation care centre at Mira road

Image
મીરારોડમાં નવનીત રેડીએશન કેર સેન્ટરનું ઉદ્‌ઘાટન Posted by NILESH WAGHELA   મુંબઈ: દાતા નવનીત પરિવાર અને ઋણાનુબંધ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મીરારોડની ભક્તિ વેદાંતા હૉસ્પિટલ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ ખાતે નવનીત રેડીએશન કેર સેન્ટરનો આરંભ કરાયો છે. જ્યાં પેટસેટ સીટી સ્કેન મશીનની સેવા શરૂ કરી દેવાઈ છે. જ્યારે રેડીએશન મશીનની ટૂંક સમયમાં સેવાઓ મળતી થઈ જશે. સેન્ટરનું રીબીન કાપીને ઉદ્‌ઘાટન કર્યા બાદ આઠમા માળેના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં દાતા નવનીત પરિવાર વતી સુનીલભાઈ ગાલાએ જણાવ્યું હતું કે વડીલોના આશીર્વાદ અને પ્રેરણાથી અમારો પરિવાર સામાજ માટે કાર્યો કરે છે. અમારો હેતુ લોકોની સેવા કરવાનો છે. ઋણાનુબંધ ટ્રસ્ટના સર્વેસર્વા વસંતભાઈ ગલિયાએ જણાવ્યું કે ભક્તિવેદાંત હૉસ્પિટલ સાથે વીસ વર્ષથી સંકળાયેલો છું. ગરીબ દર્દીઓના સરકારી યોજનાના સહારે મફત સારવાર કરાવતો હતો. પછી સંસ્થાને રેડીએશન સેન્ટરની જરૂર ઊભી થઈ.  બીજી હૉસ્પિટલો તૈયાર હતી, પણ ટ્રસ્ટીઓએ મારી પાસે વાત મૂકી, પણ ભગીરથી કાર્ય હતું.  મારા પુત્ર ગૌરવ ગલિયાએ નવનીત પરિવારના સુનીલભાઈને વાત કરી. એમણે ટ્રસ્ટીઓ સાથે મીટિંગ કરી પછી નવનીત પરિવાર...