ગુજરાતી સાહિત્યને વૈશ્વિક મંચ આપશે જયપુર બૂકમાર્ક 2027
ગુજરાતી સાહિત્યને વૈશ્વિક મંચ આપશે જયપુર બૂકમાર્ક 2027 POSTED BY NIILESH WAGHELA મુંબઈ: : જયપુર બૂકમાર્ક ( જેબીએમ ), સાઉથ એશિયાનું અગ્રણી બીટુબી પબ્લિશીંગ પ્લેટફોર્મ તેની 14મી આવૃતિ સાથે પાછું ફરી રહ્યું છે, જે જયપુરની હોટેલ ક્લાર્ક્સ ખાતે, 14-18 જાન્યુઆરી, 2027ના રોજ યોજાશે. 2027ની આવૃતિ એ ભારત તથા વિશ્વભરના પ્રકાશો, સંપાદકો, સાહિત્યિક એજન્ટ્સ, લેખકો , અનુવાદકો , પુસ્તકવિક્રેતાઓ , ચિત્રકાર, ડિઝાઈનર્સ, રાઈટ્સ મેનેજર્સ તથા પ્રકાશન સાથે જોડાયેલા વ્યવસાયિકોને એકઠા કરશે, જેમાં ગુજરાતી સાહિત્ય, અનુવાદ, વાર્તાકથનની ઉભરતી શૈલીઓ, પ્રકાશનમાં આવતી નવીનતા તથા પુસ્તક ઉદ્યોગ પર ટેકનોલોજી તથા આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના વિકસતા પ્રભાવ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જયપુર બૂકમાર્ક 2027ની મુખ્ય પહેલ ઇન્ડિયા-યુકે પબ્લિશિંગ ફેલોશિપનું સતત આયોજન રહેશે, જે બ્રિટીશ કાઉન્સિલ સાથેની સંયુક્ત પહેલ છે, જે ભારત તથા યુકેના સ્વતંત્ર પ્રકાશકોની વચ્ચેનું પ્રોફેશનલ એક્સચેંજ તથા આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપે છે. આ ફેલોશીપ જયપુર બૂકમાર્કની વ્યાપક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે પ્રકાશન સા...