Gold on fire: સોનામાં રૂ.૧૧૪૪નો જોરદાર ઉછાળો
સોનામાં રૂ.૧૧૪૪નો જોરદાર ઉછાળો, ચાંદી ૮૫૭૦૦ને પાર
Posted by NILESH WAGHELA
મુંબઇ: સોનાચાંદીના ભાવ સપ્તાહના છેલ્લા દિવસે સ્પ્રિંગની જેમ ઉછળ્યા છે. મુંબઇના ઝવેરી બજારમાં ૯૯૯ ટચના શુદ્ધ સોનાના ભાવ રૂ. 71,801ના પાછલા બંધ સામે દસ ગ્રામદીઠ રૂ. 1,144ના જોરદાર ઉછાળા સાથે રૂ 72,945ની સપાટીએ પહોંચ્યા છે.
જ્યારે ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 71514ના પાછલા બંધ સામે રૂ. 852ના જોરદાર ઉછાળા સાથે દસ ગ્રામદીઠ રૂ 72,653ની સપાટીએ પહોંચ્યા છે.
એ જ રીતે, .૯૯૯ હાજર ચાંદીના ભાવ એક કિલો દીઠ રૂ. 83,188 સામે રૂ. 2607ના ઉછાળા સાથે રૂ. 85,795ની સપાટીએ પહોંચ્યા હતા.
વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. MCX પર સોનું શુક્રવારે લગભગ 400 રૂપિયા મોંઘું થઈ ગયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 600 રૂપિયાની તેજી જોવા મળી રહી છે.
વાયદા બજારમાં સોનાના ભાવમાં 13 સપ્ટેમ્બરે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આ ગઈકાલની સરખામણીમાં 425 રૂપિયા વધીને 73,249 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચી ગયું છે. ગુરુવારે ઘરેલુ બજારમાં સોનું 72,824 રૂપિયે બંધ થયું હતું.
સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ શુક્રવારે તેજી જોવા મળી રહી છે. વાયદા બજારમાં ચાંદી 667 રૂપિયા મોંઘી થઈને 87,762 રૂપિયે પહોંચી ગઈ છે. ગયા વેપારી દિવસે ચાંદી ઘરેલુ બજારમાં 87,095 રૂપિયે બંધ થઈ હતી.
સ્થાનિક બજાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું અને ચાંદી બંને COMEX પર લીલા નિશાન પર છે.
COMEX પર 13 સપ્ટેમ્બર 2024ના રોજ સોનું 9.87 ડોલરની તેજી સાથે 2,568.09 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ આજે તેજી છે અને તે COMEX પર ગઈકાલની સરખામણીમાં 0.06 ડોલર મોંઘી થઈને 29.98 ડોલર પર પહોંચી ગઈ છે.
Comments
Post a Comment