Posts

Showing posts with the label BJP. STOCK MARKET

ELECTION/ STOCK MARKET: બીજેપીનો વિજય બજારને કેમ તારી ના શક્યો?

Image
બીજેપીનો વિજય બજારને કેમ તારી ના શક્યો? નિલેશ વાઘેલા  મુંબઈ: સામાન્ય રીતે ચૂંટણી પરિણામ જો શાસક પક્ષની તરફેણમાં આવે તો શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળે છે. જોકે આ વખતે એવું જોવા ન મળ્યું, બજારમાં તાત્કાલિક અસરમાં ૧૦૦૦ પોઇન્ટ જેવો ઉછાળો આવ્યો ખરો, પણ ટકી ન શક્યો! આની પાછળ કેટલાક મહત્વના કારણો છે.  પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ શાસનમાં આવવાના સંકેત સાથે એક ઐતિહાસિક પરિવર્તનને આકાર મળ્યો છે. આ પ્રકારનો રાજકીય ભૂકંપ સામાન્ય રીતે દલાલ સ્ટ્રીટ પર અનેક દિવસની રેલીને વેગ આપતો હોય છે, પરંતું આ ઉન્માદ ઝાઝો ટક્યો નહીં! ચૂંટણી પરિણામ પ્રેરિત તેજીનો ઉત્સાહ થોડા કલાકો સુધી પણ ટક્યોે નહીં, કારણ કે વૈશ્ર્વિક વાસ્તવિકતાઓએ તેજીની પાર્ટીને કચડી નાખી. ઐતિહાસિક ચૂંટણી પરિણામ જાહેર થયાના બીજા જ દિવસે, મંગળવારે સેન્સેક્સ સવારના સત્રમાં ૫૦૦ પોઈન્ટથી વધુ તૂટી ગયો, અને નિફ્ટી ૦.૬ ટકા ગબડ્યો હતો, કારણ કે અન્ય બધા જ મહત્ત્વના પરિબળો બજાર માટે નકારાત્મક રહ્યા છે.  સત્રને અંતે સેન્સેક્સ ૨૫૧ પોઇન્ટ અને નિફ્ટી ૮૬.૫૦ પોઇન્ટના ઘટાડા સાથે સ્થિર થયો હતો. બજારને અવરોધનારું સૌથી મોટું સંકટ ક્રૂડ ઓઇલના ભાવ ઉછાળાને લગતુ...