શેરબજાર: સેન્સેક્સ ઇતિહાસમાં પહેલી વખત ૭૮,૦૦૦ની ઉપર
સેન્સેક્સ ઇતિહાસમાં પહેલી વખત ૭૮,૦૦૦ની ઉપર નિલેશ વાઘેલા મુંબઈ: વિશ્વ બજારના મિશ્ર વલણ છતાં ભારતીય શેરબજાર મંગળકારી મંગળવારે નવા વિક્રમી ઊંચા શિખરે પહોંચ્યું છે. બીએસઇના બેન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઇના બેન્ચમાર્ક નિફ્ટી, બંને બેન્ચમાર્કે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. સેન્સેકસ્ો ઇતિહાસમાં પહેલી જ વખત ૭૮,૦૦૦ની સપાટીની ઉપર બંધ આપ્યો છે અને નિફટીએ ૨૩,૭૦૦નું શિખર સર કર્યું છે. જ્યારે બેન્ક નિફ્ટીએ પણ પહેલી જ વખત ૫૨,૦૦૦ની સપાટી પાર કરીને નવો વિક્રમ નોંધાવ્યો છે. નોંધવા જેવી બાબતમાં ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે, ૨૩,૫૦૦થી ૨૩,૫૫૦ની મજબૂત ટેકાની સપાટી સાથે નિફટી હવે ૨૪,૦૦૦ની સપાટી તરફ કૂચ કરી શકે છે. આજના સત્રમાં બીએસઇનો ૩૦ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૭૧૨.૪૪ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા ઉછળીને ૭૮,૦૫૩.૫૨ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટી પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, બેન્ચમાર્ક ૮૨૩.૬૩ પોઈન્ટ અથવા એક ટકા વધીને ૭૮,૧૬૪.૭૧ પોઇન્ટની જીવનકાળની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૧૮૩.૪૫ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકા વધીને ૨૩,૭૨૧.૩૦ પોઇન્ટની રેકોર્ડ બંધ ટોચ પર સેટલ થઈ ગયો હતો. દિવસ દરમિયાન તે ૨૧૬....