શેરબજાર: સેન્સેક્સ ઇતિહાસમાં પહેલી વખત ૭૮,૦૦૦ની ઉપર


સેન્સેક્સ ઇતિહાસમાં પહેલી વખત ૭૮,૦૦૦ની ઉપર

નિલેશ વાઘેલા

મુંબઈ: વિશ્વ બજારના મિશ્ર વલણ છતાં ભારતીય શેરબજાર મંગળકારી મંગળવારે નવા વિક્રમી ઊંચા શિખરે પહોંચ્યું છે. બીએસઇના બેન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઇના બેન્ચમાર્ક નિફ્ટી, બંને બેન્ચમાર્કે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.

સેન્સેકસ્ો ઇતિહાસમાં પહેલી જ વખત ૭૮,૦૦૦ની સપાટીની ઉપર બંધ આપ્યો છે અને નિફટીએ ૨૩,૭૦૦નું શિખર સર કર્યું છે. જ્યારે બેન્ક નિફ્ટીએ પણ પહેલી જ વખત ૫૨,૦૦૦ની સપાટી પાર કરીને નવો વિક્રમ નોંધાવ્યો છે. નોંધવા જેવી બાબતમાં ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે, ૨૩,૫૦૦થી ૨૩,૫૫૦ની મજબૂત ટેકાની સપાટી સાથે નિફટી હવે ૨૪,૦૦૦ની સપાટી તરફ કૂચ કરી શકે છે.

આજના સત્રમાં બીએસઇનો ૩૦ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૭૧૨.૪૪ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા ઉછળીને ૭૮,૦૫૩.૫૨ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટી પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, બેન્ચમાર્ક ૮૨૩.૬૩ પોઈન્ટ અથવા એક ટકા વધીને ૭૮,૧૬૪.૭૧ પોઇન્ટની જીવનકાળની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

એ જ રીતે, નિફ્ટી ૧૮૩.૪૫ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકા વધીને ૨૩,૭૨૧.૩૦ પોઇન્ટની રેકોર્ડ બંધ ટોચ પર સેટલ થઈ ગયો હતો. દિવસ દરમિયાન તે ૨૧૬.૩ પોઈન્ટ અથવા ૦.૯૧ ટકા વધીને ૨૩,૭૫૪.૧૫ પોઇન્ટની નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યો હતો.

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસીસે સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, નેસ્લે, મારુતિ અને જેએસડબ્લ્યુ સ્ટીલ ટોપ લુઝસ૪ શેરોની યાદીમાં હતા.

એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યિો અને હોંગકોંગ પોઝિટિવ ઝોનમાં ઊંચા મથાળે સ્થિર થયા જ્યારે શાંઘાઈ નેગેટીવ ઝોનમાં સરક્યું હતું. યુરોપિયન બજારો ખુલતા સત્રમાં નેગેટીવ ઝોનમાંં ટ્રેડ થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. જ્યારે અમેરિકન શેરબજારોનો અંત સોમવારે મિશ્રિત ટોન સાથેનો રહ્યો હતો.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali