આજનું રાશિ ભવિષ્ય, today's forcast


 રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, આજે ખાસ શાંતિ જાળવો,  મેડિટેશન કરો, તબિયતની કાળજી લેવી પડશે,  ખાવાપીવામાં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, દિવસ સુંદર અને પ્રેમસભર રહે, સંતાન અંગે સારા સમાચાર મળે, બહાર ફરવાનો પ્રોગ્રામ બને, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, આનંદ પ્રમોદનો શુભ દિવસ છે. તમામ ભૌતિક સગવડ આપતો  દિવસ, પ્રગતિ થાય, આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

“કર્કઃ”(ડ,હ)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, તમારી યોજનાઓ અમલમાં મૂકવાનો દિવસ છે.  સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, મિત્રોની મદદ મળી રહે.

“સિંહઃ”(મ,ટ)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, સફળ દિવસ છે. મા સરસ્વતીની પ્રાર્થના કરી, તમારા યોગ્ય વાણી-વર્તનથી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, સામી વ્યક્તિ પાસેથી કામ લઇ શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, ગ્રહ યોગ સારા છે. તમારા ક્ષેત્રમાં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

“તુલાઃ”(ર,ત)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, ધીરજ સાથે આગળ વધો, ચિંતામુક્ત બનશો.  ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, આજે શનિ મહારાજ અને હનુમાનજીને ભજો,  વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, શાંત અને સારો દિવસ છે.નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગારમાં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે,  ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે,  જાગવાની જરૂર છે. ભ્રમની સ્થિતિઓમાંથી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે,  આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali