'મહારાજ’ ફિલ્મ પરથી સ્ટે હટ્યો: ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે
'મહારાજ’ ફિલ્મ પરથી સ્ટે હટ્યો: ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે
હાઈકોર્ટે ફિલ્મ જોઈ કહ્યું- ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી; નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે.
Posted by NILESH WAGHELA
મુંબઇ: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન અભિનય ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે. તેની પ્રથમ ફિલ્મ ‘મહારાજ’ તૈયાર છે પરંતુ OTT Netflix પર રિલીઝ થાય તે પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી.
મંગળવારે ગુજરાત હાઈકોર્ટે બોલીવુડ સ્ટાર આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યૂ ફિલ્મ મહારાજ પર મનાઈ હુકમ (સ્ટે) લાદી દીધો હતો. જેને ગુજરાત હાઈકોર્ટે જ આજે હટાવી દીધો છે,
હાઈકોર્ટ તરફથી કહેવાયું છે કે આ ફિલ્મમાં કંઈ વિવાદીત નથી. હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પરથી સ્ટે હટાવી દીધો છે. તેથી હવે આગામી દિવસોમાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે.
એ વાત અહી નોંધવી રહી કે આ ખૂબ સંવેદનશીલ વિષય છે પરંતુ તે અંગે અદાલતમાં વરસો પહેલાં ખ્ટલા ચાલ્યા હતા અને તેના દસ્તાવેજી પુરાવા છે.
છેલ્લા કેટલાક દિવસોથી ઘણા હિન્દુ સંગઠનો સતત ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા. ‘મહારાજ’ ફિલ્મ સામે ગુજરાત કોર્ટે અગાઉ વચગાળાનો સ્ટે આપ્યો હતો.
સુનાવણીમાં કોર્ટમાં અરજદારે કહ્યું હતું કે, અમને કોઈ કોમર્શિયલ લાભ નથી જોઈતા, ધાર્મિક લાગણી ન દુભાવી જોઈએ. કોર્ટનો જે નિર્ણય હશે તે માન્ય રહેશે.
બીજી તરફ મહારાજ ફિલ્મનો પોરબંદરમાં વૈષ્ણવ સમાજે વિરોધ કર્યો હતો. જૂદી જૂદી હવેલીના બાબાશ્રીઓની આગેવાનીમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ કલેક્ટર અને SPને આવેદન આપ્યું હતું.
આ કેસમાં આજે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ હટાવી દેવામાં આવ્યો છે અને ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થઈ શકશે.
Comments
Post a Comment