Shree Cement to focus more on Green E


શ્રી સિમેન્ટની સ્થાપિત ઉર્જા ક્ષમતા 1 GW, હરિત ઉર્જા ઉપર વધુ ધ્યાન અપાશે

વર્તમાન એનર્જી મિક્સમાં સૌર, પવન, થર્મલ અને વેસ્ટ હીટ રિકવરીનું મિશ્રણ

રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો લગભગ 50 ટકા

વધુ 202 MW રિન્યૂએબલ ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવા નાણાકીય વર્ષ 2025 સુધીમાં રૂ. 1,000 કરોડના રોકાણની યોજના

Posted by NILESH WAGHELA 

મુંબઇ: ભારતમાં ક્ષમતાની દ્રષ્ટિએ ત્રીજા ક્રમની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક શ્રી સિમેન્ટે 1 GW (1,000 MW) ની સ્થાપિક ઉર્જા ક્ષમતાનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યાંની ગૌરવભેર જાહેરાત કરી છે. આ સિદ્ધિ આંધ્ર પ્રદેશમાં તેના ઉત્પાદન એકમ ખાતે 19.5 MW સોલર પાવર પ્લાન્ટની શરૂઆતથી ચિહ્નિત કરાઇ છે.

આ 1 GW ક્ષમતામાં સૌર, પવન, થર્મલ અને વેસ્ટ હીટ રિકવરી પાવર પ્લાન્ટનું મિશ્રણ સામેલ છે, જે સિમેન્ટ ઉત્પાદનમાં વીજળીની માગને પૂર્ણ કરવામાં શ્રી સિમેન્ટના વૈવિવધ્યસભર અભિગમને દર્શાવે છે.

રિન્યૂએબલ પોર્ટફોલિયોના વિસ્તરણ માટે કુલ રૂ. 4,000 કરોડનું નોંધપાત્ર રોકાણ કરાયું છે, જે હવે 499 MW સ્થાપિત ક્ષમતાના લગભગ 50 ટકા ધરાવે છે. મહત્વપૂર્ણ છે કે શ્રી સિમેન્ટની વેસ્ટ હીટ રિકવરીમાંથી 244 MW ક્ષમતા વૈશ્વિક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પૈકીની એક છે.

આગામી સમયમાં આરઇ ક્ષમતાના ઉમેરાની સ્થાપના માટે નાણાકીય વર્ષ 2025માં રૂ. 1,000 કરોડના મૂડી રોકાણની યોજના છે. તેમાં પાંચ રાજ્યો – ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 132 MW સોલર ક્ષમતા, રાજસ્થાનમાં 36 MW પવન ઉર્જા તેમજ કર્ણાટક અને રાજસ્થાનમાં 34 MW વેસ્ટ હીટ રિકવરી ક્ષમતા સામેલ છે.



આ સીમાચિહ્ન વિશે પ્રતિક્રિયા આપતાં શ્રી સિમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર નીરજ અખૌરીએ કહ્યું હતું કે, “આ કદના ઉર્જા ક્ષમતા પોર્ટફોલિયોને હાંસલ કરવું સુનિશ્ચિત કરે છે કે અમારી પાસે અમારા વર્તમાન સિમેન્ટ ઉત્પાદન માટે જ નહીં, પરંતુ અમારા વિસ્તરણ પ્રોજેક્ટ્સ માટે પણ પર્યાપ્ત વીજળી છે. અમે રાજ્ય અને કેન્દ્રિય ગ્રીડમાં વધારાની વીજળીનું યોગદાન આપીશું.”

નીરજ અખૌરીએ ઉમેર્યું હતું કે, “ગ્રીન ઇલેક્ટ્રિસિટીના નોંધપાત્ર એકીકરણથી અમને વધુ ટકાઉ અને ખર્ચ-કાર્યક્ષમ રીતે સિમેન્ટનું ઉત્પાદન કરવામાં મદદ મળી છે. આજે લગભગ અમારી 56 ટકા ઉર્જાની જરૂરિયાતો રિન્યૂએબલ સ્રોતોમાંથી પૂર્ણ થાય છે, જે ભારતીય સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સર્વોચ્ચ છે. અમારો ઉદ્દેશ્ય સિમેન્ટ સેક્ટરમાં ટકાઉપણા માટે બેંચમાર્ક સ્થાપિત કરવાનો તથા સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં સકારાત્મક પરિવર્તન માટે પ્રેરિત કરવાનો છે.”

તાજેતરમાં શ્રી સિમેન્ટે આરઇ100 પહેલમાં તેની સદસ્યતાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત વર્ષ 2050 સુધીમાં તેની સમગ્ર કામગીરી માટે 100 ટકા રિન્યૂએબલ ઇલેક્ટ્રિસિટીના વપરાશની કટીબદ્ધતા વ્યક્ત કરાઇ છે. કંપનીની વૃદ્ધિ વ્યૂહરચનામાં ટકાઉપણાને કેન્દ્રસ્થાને રાખતાં શ્રી સિમેન્ટે નોન-રિન્યૂએબલ સ્રોતો અને ઉત્સર્જન ઘટાડવા માટે નવીન ટેક્નોલોજીસ અપનાવી છે. કંપની બેટરી સ્ટોરેજ, પંપ સ્ટોરેજ અને ગ્રીન હાઇડ્રોજન જેવી રિન્યૂએબલ ઇલેક્ટ્રિસિટીના વપરાશમાં વધારો કરવા માટે અદ્યતન ટેકનીકની પણ શોધ કરી રહી છે.

શ્રી સિમેન્ટ આધુનિક અને ગ્રીન બિલ્ડિંગ મટિરિયલ કંપની બનવાની દિશામાં આગળ વધી રહી છે તેમજ વર્ષ 2028 સુધીમાં વર્તમાન ક્ષમતા 56.4 એમટીપીએથી વધારીને 80 મિલિયન ટન કરવાનું લક્ષ્ય છે.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali