Utkarsh Small Bank opens 877th branch
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડે ભાયંદરમાં નવું બેન્કિંગ આઉટલેટ શરૂ કરીને તેની હાજરી વિસ્તારી
આ સાથે બેન્ક મહારાષ્ટ્રમાં 72 બેન્કિંગ આઉટલેટ અને દેશભરમાં 877 બેન્કિંગ આઉટલેટ ધરાવે છે
મુંબઈ: ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (યુએસએફબીએલ) દ્વારા આજે મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લામાં ભાયંદર ખાતે તેનું નવું બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યું હોવાની ઘોષણા કરવામાં આવી હતી.
આ લોન્ચ સાથે બેન્કની મહારાષ્ટ્ર રાજ્યમાં શાખા 72 થઈ છે, જ્યારે 26 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત દેશભરમાં 877 શાખા થઈ છે.
ઉદઘાટન વખતે સંબોધન કરતાં ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડનાં સ્વતંત્ર ડાયરેક્ટર શ્રીમતી કલ્પના પ્રકાશ પાંડેયે જણાવ્યું હતું કે, "બેન્ક તેની પહોંચ વધારી રહી છે અને શક્તિવાર તેની વૃદ્ધિ કરીને દેશભરમાં હાજરી ફેલાવી રહી છે તે જોઈને ખુશી થાય છે. હું બેન્કને તેના ભાવિ પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.”
આ વિસ્તરણ પર બોલતાં ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી ગોવિંદ સિંહે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર અમારે માટે મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. આ બેન્કિંગ આઉટલેટનું ઉદઘાટન સ્થાનિક સમુદાયના વેપાર સાહસિક જોશને ટેકો આપે છે અને પોષે છે, જે સાથે તેમને તેમનો નાણાકીય વિશ્વાસ વધારવા માટે મૂલ્યવાન તક પણ આપે છે. ઉપરાંત તે રોજગાર અને સિદ્ધિના વાતાવરણમાં ફૂલવાફાલવા માટે સૂત્રધારનું કામ પણ કરે છે."
બેન્ક તેના ગ્રાહકોને ઘણી બધી નાણાકીય યોજનાઓ અને સેવાઓ પૂરી પાડે છે, જેમાં બચત અને કરન્ટ ખાતાં, ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને રિકરિંગ ડિપોઝિટ્સ સાથે વિવિધ લોન યોજનાઓ, જેમ કે, હાઉસિંગ લોન, બિઝનેસ લોન અને લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. તેની શાખાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ બેન્કિંગની ક્ષમતાઓ અને એટીએમ નેટવર્ક સાથે બેન્ક અખંડ ગ્રાહક સેવા પૂરી પાડે છે.
આ લોન્ચ તેની પહોંચ વિસ્તારવા અને અમારા નેટવર્કમાં ગ્રાહકોને કરન્ટ તથા સેવિંગ્સ ખાતાં, ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટ્સ, લોન, ક્રેડિટ, વીમો અને રોકાણ યોજનાઓ સહિત નાણાકીય સેવાઓની સંપૂર્ણ શ્રેણી ઓફર કરે છે. ગ્રાહકો ઘણી બધી ચેનલો થકી બેન્કિંગને પહોંચ મેળવી શકે છે, જેમાં શાખા, 24*7 એટીએમ, ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) અને કોલ સેન્ટરનો સમાવેશ થાય છે.
ઉત્કર્ષ એસએફબીએલનું લક્ષ્ય માઈક્રો- બેન્કિંગ લોન (જેએલજી લોન), એમએસએમઈ લોન, હાઉસિંગ લોન અને લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટી વગેરે સહિત સમાજના અન્ય વર્ગોને પહોંચી વળવા સાથે ઓછા પહોંચી શકાયેલા તેમ જ પહોંચી નહીં શકાયેલા ગ્રાહક વર્ગોને નાણાકીય સેવાઓ પૂરી પાડવાનં છે. ઉપરાંત બેન્ક ગ્રાહકોને ટેબ્લેટ આધારિત એપ્લિકેશન આસિસ્ટેડ મોડેલ ડિજી ઓન-બોર્ડિંગ થકી શાખાની મુલાકાત લીધા વિના બેન્ક ખાતું ખોલાવવાની સુવિધા પણ આપે છે.
Comments
Post a Comment