STOCK MARKET; CRASHED 1600 pts, erosion of 10 lakh cr.
શેરબજારમાં ૧૬૦૦ પોઈન્ટનો ભયાનક કડાકો: રૂ.૧૦ લાખ કરોડનું ધોવાણ
Posted by NILESH WAGHELA મુંબઇ: શેરબજારમાં સોમવાર અમાસ જેવો કાળો ધબ્બ શરૂ થયો છે. ખુલતા સત્રમાં સેન્સેક્સ 1,600 પોઈન્ટથી વધુ નીચે પટકાયો હતો અને નિફ્ટી 24,200 સુધી નીચે ખેંચાયો હતો. ખુલતા સત્રમાં જ રોકાણકારોના લગભગ દસ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. પણ બજારમાં ગભરાટનો માહોલ છે.
આ રીતે યુએસ અર્થતંત્રમાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો તૂટી પડતાં સેન્સેક્સ અને નિફ્ટી આજે સતત બીજા સત્રમાં તૂટ્યા હતા.
અમેરિકામાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો હચમચી ગયા હતા. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ભારતીય શેરબજાર પણ અસર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો.
અમેરિકાના નિરાશાજનક જોબ ડેટાના અહેવાલને પગલે અમેરિકન અને એશિયન ઇક્વિટી બજારોમાં ગભરાટભરી વેચવાલીથી ભારત અને અન્ય ઊભરતાં બજારોમાંથી વિદેશી ફંડોના વેચવાલીના પ્રવાહમાં તીવ્ર વધારો થવાની ચિંતા વધી છે.
સેન્સેક્સમાં ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં 10.24 લાખ કરોડ રૂપિયા ઘટીને 446.92 લાખ કરોડ થઇ ગઇ હતી જે અગાઉના સત્રમાં 457.16 લાખ કરોડ હતી.
વિદેશી સંસ્થાકીય ફંડો જો વેચવાલી વધારે અને વિશ્વ બજારમાં પણ નકારાત્મક માહોલ રહે તેમ જ અમેરિકાની મંદીનો ભય, સ્થાનિક સ્તરે બજેટના ફટકા જોતા બજાર માટે નેગેટિવ ચિત્ર ઉપસે છે.
યુએસ મંદીની ચિંતાઓ દ્વારા પ્રેરિત જોખમ વિદેશી પ્રવાહ તરફ દોરી શકે છે એવી ચિંતાને કારણે
ભારતીય રૂપિયો સોમવારે ઓપનીગ સત્રમાં ઓલ ટાઈમ નીચા સ્તરે આવી ગયો હતો.
રૂપિયો 83.75 ના પાછલા બંધની તુલનામાં યુએસ ડોલર સામે 83.78 પર ખૂલ્યો હતો અને શુક્રવારે 83.7525 ના જીવનકાળની નીચી સપાટીને પણ તોડી નીચે સરકી ગયો હતો.
ફોરેક્સ માર્કેટ માં પણ નબળા સંકેત રહ્યા છે. જાહેર ક્ષેત્રની બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તીવ્ર વેચવાલીથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને USD/INRને 83.90 સુધી વધવા દેવાની સૂચના આપી શકે છે.
સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ તેના અગાઉના બંધની સરખામણીએ 1400 પોઈન્ટના ઘટાડા સાથે 79,700.77 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 79,700.77 -50 પર ખુલ્યો હતો પણ 424 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
વાસ્તવમાં અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત, બેરોજગારોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે, જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. આઇટી સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરી બન્યું છે, જેના કારણે વૈશ્વિક આઇટી ક્ષેત્ર પણ ભારે દબાણ હેઠળ છે.
Comments
Post a Comment