Radiation care centre at Mira road

મીરારોડમાં નવનીત રેડીએશન કેર સેન્ટરનું ઉદ્‌ઘાટન

Posted by NILESH WAGHELA 

મુંબઈ: દાતા નવનીત પરિવાર અને ઋણાનુબંધ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મીરારોડની ભક્તિ વેદાંતા હૉસ્પિટલ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ ખાતે નવનીત રેડીએશન કેર સેન્ટરનો આરંભ કરાયો છે. જ્યાં પેટસેટ સીટી સ્કેન મશીનની સેવા શરૂ કરી દેવાઈ છે. જ્યારે રેડીએશન મશીનની ટૂંક સમયમાં સેવાઓ મળતી થઈ જશે.

સેન્ટરનું રીબીન કાપીને ઉદ્‌ઘાટન કર્યા બાદ આઠમા માળેના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં દાતા નવનીત પરિવાર વતી સુનીલભાઈ ગાલાએ જણાવ્યું હતું કે વડીલોના આશીર્વાદ અને પ્રેરણાથી અમારો પરિવાર સામાજ માટે કાર્યો કરે છે. અમારો હેતુ લોકોની સેવા કરવાનો છે.

ઋણાનુબંધ ટ્રસ્ટના સર્વેસર્વા વસંતભાઈ ગલિયાએ જણાવ્યું કે ભક્તિવેદાંત હૉસ્પિટલ સાથે વીસ વર્ષથી સંકળાયેલો છું. ગરીબ દર્દીઓના સરકારી યોજનાના સહારે મફત સારવાર કરાવતો હતો. પછી સંસ્થાને રેડીએશન સેન્ટરની જરૂર ઊભી થઈ. 

બીજી હૉસ્પિટલો તૈયાર હતી, પણ ટ્રસ્ટીઓએ મારી પાસે વાત મૂકી, પણ ભગીરથી કાર્ય હતું.  મારા પુત્ર ગૌરવ ગલિયાએ નવનીત પરિવારના સુનીલભાઈને વાત કરી. એમણે ટ્રસ્ટીઓ સાથે મીટિંગ કરી પછી નવનીત પરિવારે માતબર દાન આપવાની તૈયારી બતાવી. 

આખરે આ સેન્ટર બની ગયું. પેટ સીટી સ્કેનનો ઉપયોગ ડૉક્ટરો અને દરદીઓની માંગના કારણે વહેલું ચાલુ કરી દીધું હતું. લગભગ ૫૦ દર્દીને તેનો લાભ મળ્યો છે.

આ મશીનથી દર્દીના ફોટા નીકળે તેનાથી કૅન્સર ક્યાં છે અને કેટલું ફેલાયું છે તેનો ખ્યાલ આવે છે પેટ સીટી સ્કેન મશીન બોરીવલીમાં છે તેનાથી આગળ વાપી સુધી ક્યાંય નથી. ખાનગી હૉસ્પિટલોમાં સેવા ઘણી મોંઘી છે.

અમે અહીં રાહત દરે રૂ. ૯ હજારમાં સેવા આપીએ છીએ. તેથી દર્દીઓને આશીર્વાદરૂપ બનશે.એ મણે જણાવ્યું કે રૂ. ૨૫ કરોડની કિંમતનું રેડીએશન મશીન ટૂંક સમયમાં લાવશું. 

ટાટા હૉસ્પિટલમાં ગરીબ દર્દીને વિનામૂલ્યે સેવા મળે છે, પણ વેઈટિંગ રહે છે. અમે ૧૨ મહિનામાં ૩૦૦ દર્દીને ફ્રી સેવા આપશું, જેમાં ઑરેન્જ રૅશનકાર્ડ જરૂરી છે જ્યારે બીજા દર્દીઓને ટાટા હૉસ્પિટલના દરે જ સારવાર આપશું.

ગૌરવ ગલિયાએ જણાવ્યું કે, બધા ટ્રસ્ટીઓએ સહકાર આપ્યો છે પેટ સીટી સ્કેનની જવાબદારી ડૉ. સિદ્ધાર્થ શાહે સંભાળી લીધી છે. ૪ ડૉક્ટર સહિત ૨૦ જણાનો સ્ટાફ છે.

કાર્યક્રમમાં મંચ પર ડૉ. ભાવિન વિસરિયા અનીલભાઈ ગાલા, સુનીલ ભાઈ ગાલા જયંતભાઈ છેડા, કિશોરભાઈ છેડા, હરખચંદ લાલજી, ડૉ. કે. વેન્કટરમણ, ડૉ. અજય સંકેત, ડૉ. નિર્મલરાવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આભારવિધિ સોલીસીટર પિયૂષ એમ. શાહે કરી હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન ધીરજ છેડા ‘એકલવીર’ એ કર્યું હતું હૉસ્પિટલ વિષે ગૌરાંગી બેને માહિતી આપી હતી.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali