INDIAN WEDDINGS: RS. 4.25 LAKH CR. WILL SPENT IN TWO MONTHS

દેશમાં માત્ર બે મહિનામાં 35 લાખ મેરેજમાં 
ખર્ચાશે 4.25 લાખ કરોડ

posted by NILESH WAGHELA 

મુંબઇ: દેશમાં આગામી નવે.થી ડિસેમ્બર સુધીમાં આયોજિત અંદાજે 35 લાખ લગ્ન પર ભારત રૂ.4.25 લાખ કરોડનો ખર્ચ કરશે એવો અંદાજ  કેપિટલ પ્રભુદાસ લિલાધરના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. 

ભારતમાં નવેમ્બરથી ડિસેમ્બરના મધ્ય સુધીમાં અંદાજે 35 લાખ લગ્નોનું આયોજન થશે, જે સંખ્યા ગત વર્ષ દરમિયાન 32 લાખ હતી. રિપોર્ટ ‘બેન્ડ બાજા બારાત એન્ડ માર્કેટ’ અનુસાર જુલાઇમાં સોના  પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાને કારણે તહેવારો તેમજ લગ્નસરાની મોસમ દરમિયાન લોકો વધુ ખર્ચ કરશે.


સોના પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 15%થી ઘટીને 6% થવાને કારણે દેશભરમાં તહેવારો તેમજ લગ્ન દરમિયાન સોનાની ખરીદીને પણ વેગ મળશે. સોનાના સાંસ્કૃતિક તેમજ ધાર્મિક મહત્વ તેમજ કિંમતી રોકાણ તરીકે તેનું સ્ટેટસ છે ત્યારે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાથી પણ માંગને વેગ મળશે.

CIIના સરવેને ટાંકવામાં આવ્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેશમાં 15 જાન્યુઆરીથી 15 જુલાઇ દરમિયાન, અંદાજે 42 લાખ લગ્નપ્રસંગનું આયોજન થયું હતું, જેમાં અંદાજે રૂ.5.5 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન વધુ 35 લાખ લગ્નપ્રસંગોને કારણે વધુ રૂ.4.25 લાખ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે.


તહેવારો તેમજ લગ્નની સીઝન દરમિયાન સ્ટોક માર્કેટમાં પણ તેજીના ઘોડા દોડે તેવી સંભાવના છે. ગ્રાહકો દ્વારા ખર્ચ વધતા સ્ટોકમાર્કેટમાં તેજીના અણસાર છે. વધુ માંગથી રિટેલ, હોસ્પિટાલિટી, જ્વેલરી-ઓટોમોબાઇલ સેક્ટરને સૌથી વધુ લાભ થશે. તહેવારો અને લગ્નની સીઝન દરમિયાન પ્રીમિયમ ગુડ્સ અને સર્વિસમાં પણ ખર્ચ વધશે. જેમાં મુખ્યત્વે એરલાઇન્સ તેમજ હોટલ બુકિંગ સામેલ છે.

આ પહેલ દેશભરમાં લગભગ 25 મુખ્ય સ્થળોને હાઇલાઇટ કરીને શરૂ કરવામાં આવશે, જે દર્શાવશે કે ભારતમાં લગ્ન સમારોહ માટેની વિવિધ પસંદગી તેમજ જરૂરિયાતને કઇ રીતે પૂરી કરી શકાય છે. મેક ઇન ઇન્ડિયા અભિયાનની સફળતાના આધારે, સ્ટ્રેટેજી વિદેશમાં લગ્ન સમારોહ પર ખર્ચાતા રૂ.1 લાખ કરોડના ખર્ચને ભારત તરફ લાવવાનો છે.


Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali