Ambani and HDFC banks eye Paytm?


શું અંબાણી, એચડીએફએસી બેંકની નજર પેટીએમ પર છે? જીઓના શેરમાં ૧૪ ટકા સુધીનો ઉછાળો

Posted by NILESH WAGHELA

મુંબઇ: અંબાણી અને એચડીએફએસી બેંકને પેટીએમ વોલેટ હસ્તગત કરવામાં રસ હોવાના અહેવાલો વચ્ચે જીઓના શેરમાં ૧૪ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. 

નોંધવુ રહ્યું કે આરબીઆઈએ પેમેન્ટ બેંકને ગ્રાહકના ખાતામાં કોઈપણ થાપણો અથવા ક્રેડિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી ફિનટેકની અગ્રણી પેટીએમ અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહી છે. 

નિયમનકાર પેટીએમ પર સંભવિત મની લોન્ડરિંગ અને તમારા ગ્રાહક (KYC)ના ઉલ્લંઘનો પર બેંકિંગ લાયસન્સ રદ કરવાનું પણ વિચારી રહ્યું હોવાનું કહેવાય છે.

આ દરમિયાન દિગ્ગજ કંપનીઓ Paytm વોલેટમાં રસ ધરાવતી હોવાના અહેવાલોની ચર્ચા વચ્ચે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર સોમવારે BSE પર 14% થી દિવસની ઊંચી સપાટીએ રૂ. 288.75 સુધી પહોંચ્યો હતો. 

એક અખબારના અહેવાલમાં જણાવાયું હતું કે કટોકટીગ્રસ્ત વન 97 કોમ્યુનિકેશન્સ મુકેશ અંબાણીની માલિકીની NBFC અને ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા HDFC બેન્ક સાથે તેના વૉલેટ બિઝનેસ વેચાણ માટે વાટાઘાટ કરી રહી છે.

ટાઈમ્સના અહેવાલ અનુસાર આ બાબતની જાણકારી ધરાવતા સિનિયર ફિનટેક અને બેન્કિંગ સેક્ટરના સિનિયર એક્ઝિક્યુટિવ્સને ટાંકીને, ધ હિંદુ બિઝનેસ લાઈને પ્રકાશિત કર્યું હતું કે HDFC બેન્ક અને Jio Financial એ Paytmના વૉલેટ બિઝનેસને હસ્તગત કરવા માટે ઉત્સુક હોવાનું કહેવાય છે, જે Paytm પેમેન્ટ્સ બેન્ક હેઠળ છે.

બજારમાં એવી પણ ચર્ચા છે કે, વિજય શેખર શર્માની ટીમ ગત નવેમ્બરથી Jio Financial સાથે વાટાઘાટો કરી રહી છે, જ્યારે RBI દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક પરના પ્રતિબંધ પહેલા HDFC બેંક સાથે પણ આ અંગે વાતચીત શરૂ થઈ હતી.

Comments

Popular posts from this blog

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Beware, non-veg milk is coming

INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ