સ્વયંભૂ સમ્માન: મહિલા દિને ગૃહિણીથી માંડીને ઉદ્યોજક નારીઓનું સમ્માન

સ્વયંભૂ સમ્માન: મહિલા દિને ગૃહિણીથી માંડીને ઉદ્યોજક નારીઓનું સમ્માન


Posted by NILESH WAGHELA
મું
બઇ: મહિલા દિને મલાડ પશ્ર્ચિમ ખાતે ‘સ્વયંભૂ સમ્માન’ના બેનર હેઠળ ગૃહિણીથી માંડીને ઉદ્યોજક નારીઓનું સમ્માન કરવામાં આવશે. ઇડર-૨૭ લીંબચીયા સમાજ વતી લગભગ દરેક વર્ગની પચાસેક મહિલાઓના સમ્માનનું આયોજન કરનાર અને આ કાર્યક્રમના સૂત્રધાર અને ગોરેગામ પૂર્વ સ્થિત રોયલ એકેડેમી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ સુશ્રી હીના લીંબચીયા માને છે કે દરેક સ્ત્રી સમ્માનની હકદાર છે. 

તેઓ કહે છે કે, રસોઈથી રાજકારણ સુધી, વ્યવહારથી વ્યવસાય સુધી. મમતાની મૂર્તિથી મહેનતની પરાકાષ્ઠા સુધી. ચાર દિવારથી ચાંદ સુધી. આજની મહિલા બધે જ છે, ક્યાં નથી? તેઓ કહે છે કે, આ વાત મારી છે, તમારી છે, દરેક નારીની છે. 

તેઓ મહિલાઓને એવો સંદેશ આપે છે કે, બહેનો, દરેક નારીમાં ક્ષમતા સમાન જ હોય છે, પણ તે ક્ષમતાને તે જ સાર્થક બનાવે છે, જે તેને ઓળખી લે છે. 

તેમણે કહ્યું હતું કે, તારીખ ૮ માર્ચ મહિલા દિવસ તરીકે ઉજવાય છે. અને સમાજની બહેનોને જણાવતા અત્યંત આનંદ થાય છે કે, સમાજની બહેનો તથા મહિલાઓ માટે એ જ દિવસે એક સુંદર મજાનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં વાત હશે ફકત નારી ની.


તમારી ક્ષમતા ની તમારા સ્વાવલંબનની તમારા ભવિષ્યની સ્વમાનની. તો આવો બહેનો આ કાર્યક્રમમાં મારી સહભાગી બનો આગળ વધો. તમારા અંદરની ક્ષમતા સાથે પરિચય કરો, તમારા સ્વમાન સાથે ભેટ કરો. સમાજની દરેક નારી આગળ વધે, સમાજ આગળ વધે. 

આ કાર્યક્રમ ને સફળ બનાવો મહિલાઓને શશક્ત બનાવો. આ કાર્યક્રમમાં મહિલાઓની સરખી સંખ્યામાં હાજરી બહુ અગત્યની છે. તો સમાજની બહેનો, આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવો. કારણ કે જે આધ્યા શક્તિ છે એજ નારી શક્તિ છે.

Comments

Popular posts from this blog

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Beware, non-veg milk is coming

INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ