ગુજરાતી સાહિત્યને વૈશ્વિક મંચ આપશે જયપુર બૂકમાર્ક 2027

ગુજરાતી સાહિત્યને વૈશ્વિક મંચ આપશે જયપુર બૂકમાર્ક 2027

POSTED BY NIILESH WAGHELA

મુંબઈ: : જયપુર બૂકમાર્ક (જેબીએમ), સાઉથ એશિયાનું અગ્રણી બીટુબી પબ્લિશીંગ પ્લેટફોર્મ તેની 14મી આવૃતિ સાથે પાછું ફરી રહ્યું છે, જે જયપુરની હોટેલ ક્લાર્ક્સ ખાતે, 14-18 જાન્યુઆરી, 2027ના રોજ યોજાશે. 2027ની આવૃતિ એ ભારત તથા વિશ્વભરના પ્રકાશો, સંપાદકો, સાહિત્યિક એજન્ટ્સ, લેખકો, અનુવાદકો, પુસ્તકવિક્રેતાઓ, ચિત્રકાર, ડિઝાઈનર્સ, રાઈટ્સ મેનેજર્સ તથા પ્રકાશન સાથે જોડાયેલા વ્યવસાયિકોને એકઠા કરશે, જેમાં ગુજરાતી સાહિત્ય, અનુવાદ, વાર્તાકથનની ઉભરતી શૈલીઓ, પ્રકાશનમાં આવતી નવીનતા તથા પુસ્તક ઉદ્યોગ પર ટેકનોલોજી તથા આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના વિકસતા પ્રભાવ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

જયપુર બૂકમાર્ક 2027ની મુખ્ય પહેલ ઇન્ડિયા-યુકે પબ્લિશિંગ ફેલોશિપનું સતત આયોજન રહેશે, જે બ્રિટીશ કાઉન્સિલ સાથેની સંયુક્ત પહેલ છે, જે ભારત તથા યુકેના સ્વતંત્ર પ્રકાશકોની વચ્ચેનું પ્રોફેશનલ એક્સચેંજ તથા આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપે છે. આ ફેલોશીપ જયપુર બૂકમાર્કની વ્યાપક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે પ્રકાશન સાથે જોડાયેલા વ્યવસાયિકોને વિવિધ બજારોમાં જોડાવા તથા આંતરરાષ્ટ્રીય પ્રકાશનના વાતાવરણમાં ટકાઉ સંબંધો નિર્માણ કરવા માટેની તકો સર્જે છે. 

એક ઓપન-કોલ પ્રોસેસ દ્વારા, ભારત અને યુકેમાંથી એક ભારતના અને એક યુકેના એવા બે સ્વતંત્ર પ્રકાશકોને જયપુર બૂકમાર્ક 2027 અને લંડન બૂક ફેર 2027માં એક ક્યુરેટેડ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવશે. પસંદ કરવામાં આવેલા ફેલોઝને 14-18 જાન્યુઆરી 2027 દરમિયાન જયપુર બૂકમાર્કમાં હાજરી આપશે, ત્યારબાદ 16-18 માર્ચ 2027 દરમિયાન લંડન બૂક ફેરમાં હાજરી આપશે.

આ પ્રોગ્રામ એ વ્યાવસાયિક વિકાસ, ઉદ્યોગ સાથે સંલગ્ન અને બંને બજારોમાં પ્રકાશન સમુદાયને એકબીજાની સાથે પરિચય કરવાની તકો પૂરી પાડશે. ભારત-યુકે પ્રકાશન ફેલોશિપ ભારત અને યુકેના સ્વતંત્ર પ્રકાશકો માટે ખુલ્લી રહેશે, જે કાર્યક્રમની પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે. ફેલોની પસંદગી જયપુર બૂકમાર્ક અને બ્રિટિશ કાઉન્સિલના પ્રતિનિધિઓથી બનેલી પેનલ દ્વારા કરવામાં આવશે. પસંદગી માટે અરજદારની પ્રકાશન સૂચિનું લિસ્ટ એ સંલગ્ન તથા મજબૂતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, ભારત-યુકે સહયોગ અને અનુવાદમાં દર્શાવેલી રુચિ, અનુવાદમાં નવા કાર્ય પ્રકાશિત કરવાની પ્રતિબદ્ધતા, ફેલોશિપથી વ્યાવસાયિક રીતે લાભ મેળવવાની ક્ષમતા અને કાર્યક્રમના ઉદ્દેશ્યો સાથે સુસંગતતા ધ્યાનમાં લેવામાં આવશે. સમાન આંતરરાષ્ટ્રીય તકોમાં અગાઉ ભાગ ન લીધેલા પ્રકાશકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
2027ની આવૃતિ ગુજરાતી સાહિત્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે, તેના લેખકો, પ્રકાશકો, અનુવાદકો અને સાહિત્યિક પરંપરાઓને ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશન ઇકોસિસ્ટમની સાથે ચર્ચા કરશે. આ કાર્યક્રમ ગુજરાતી પ્રકાશનની સમૃદ્ધિનું અન્વેષણ કરશે અને સાહિત્યને વિવિધ ભાષાઓ અને બજારોમાં પહોંચાડવામાં અનુવાદની ભૂમિકાની પણ તપાસ કરશે.

મનિષા ચૌધરી, ફેસ્ટિવલ ડિરેક્ટર, જયપુર બૂકમાર્ક કહે છે, “ભારત-યુકે પબ્લિશીંગ ફેલોશીપ એ ભારત અને યુકેના પ્રકાશકોની વચ્ચે એક પૂલ અને સંબંધ બાંધશે. તે સ્વતંત્ર પ્રકાશકોને મળવા માટે, વિચારોના આદાન-પ્રદાન માટે તથા તેમના નેટવર્કના વિસ્તરણ માટે એક મૂલ્યવર્ધી જગ્યા ઉભી કરશે, સાથોસાથ તેમના હક, અનુવાદ તથા જરૂરી સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે યોગ્ય તકો ખોલશે. બ્રિટિશ કાઉન્સિલ સાથે મળીને, આ પહેલને આગળ વધારતાં અને આ ચર્ચાને જયપુર બૂકમાર્ક અને લંડન બૂક ફેર સુધી લાવતાં અમને અત્યંત ખુશી થાય છે.

નમિતા ગોખલે, કો-ફાઉન્ડર અને કો-ડિરેક્ટર- જયપુર લિટરેચર ફેસ્ટિવલ અને ફેસ્ટિવલ ડિરેક્ટર, જયપુર બૂકમાર્ક કહે છે, “જયપુર બૂકમાર્ક હંમેશા પ્રકાશનની દુનિયાને આકાર આપનારા અનેક અવાજો, ભાષાઓ અને વિચારો માટેનું એક સંમેલનસ્થળ રહ્યું છે. ઇન્ડિયા-યુકે પબ્લિશિંગ ફેલોશિપ આ જોડાણોને મજબૂત બનાવે છે, સ્વતંત્ર પ્રકાશકોને ખંડો વચ્ચે એકઠા લાવીને સંવાદ, સહયોગ અને વિચારો તથા વાર્તાઓના વિનિમય માટે તકો સર્જે છે. જ્યારે અમે અમારા 14મી આવૃતિને જોઈ રહ્યા છીએ ત્યારે, અમને ખાસ ખુશી છે કે અમે બ્રિટિશ કાઉન્સિલ સાથે આ સહયોગ આગળ વધારી અને ભારત તથા યુકે વચ્ચે નવા અવાજો અને અનુવાદિત સાહિત્યની યાત્રાઓને ટેકો આપી રહ્યા છીએ. 

સંજોય કે રોય, મેનેજિંગ ડિરેક્ટર, ટીમવર્ક આર્ટ્સ પ્રા. લિ. કહે છે, “જયપુર બૂકમાર્ક એ પ્રકાશક સમુદાય, માટે એક મહત્વના મીટિંગ પોઇન્ટ તરીકે ઉભરી આવ્યું છે, જે વિચારો, પુસ્તકો તથા બિઝનેસની ભાષાને સરહદની પાર લઇ જવાની તક આપે છે. ભારત-યુકે પબ્લિશીંગ ફેલોશીપ આ જ વિનિમયને મજબૂત બનાવે છે, સ્વતંત્ર પ્રકાશકોની સાથે સારા સંબંધો વિકસાવવા, નવા બજારો શોધવા તથા હકો અને અનુવાદ અંગેની ચર્ચા શરૂ કરવા માટે એક મંચ આપે છે. આપણે જ્યારે 14મી આવૃતિને જોઈએ તો, અમને આ સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા ભારતીય પ્રકાશનના અનેક અવાજોને વૈશ્વિક સંવાદમાં લાવતા ખુશી થાય છે.

હેમા સિંઘ રેન્સ, ડિરેક્ટર આર્ટ્સ ઇન્ડિયા, બ્રિટીશ કાઉન્સિલ: “આ પ્રયાસના હાર્દમાં તો લોકો જ છે, જેઓ વાર્તાની તાકાતમાં માને છે અને વાચકોને એકજૂટ કરવા કામ કરે છે. હવે અમે ભારત-યુકે પબ્લિશીંગ ફેલોશીપ પર જયપુર બૂકમાર્કની સાથે સહયોગને આગળ વધારી રહ્યા છીએ ત્યારે બ્રિટીશ કાઉન્સીલ ખાતે અમને ભારત અને યુકેના સ્વતંત્ર પ્રકાશકોને સહયોગ આપતા ગર્વ થાય છે કે, તેઓ તેમના વિચારો, એકબીજાને શેર કરી શકે છે અને અનુવાદ તથા હક મેળવવાની તકો મેળવી શકે છે, ઉપરાંત વિવિધ વોઇસ ટ્રાવેલને આગળ વધારીને સંબંધો બાંધવામાં પણ મદદ કરશે. 

Comments

Popular posts from this blog

Neela Rathore Soni re-elected as BJP's publicity chief

Terrible rains: 13 dead in 4 days

CBSE BOARD:મળો વડોદરાની All-Rounder જીલ ત્રિવેદીને