Textile : કાપડ અને અસેસરીઝ ફેર તા. ૧૧થી ૧૩ મેના મુંબઈમાં

કાપડ અને અસેસરીઝ ફેર યોજાશે, તા. ૧૧થી ૧૩ મેના રોજ મુંબઈમાં

ધી ફેબ્રિક સપ્લાયર્સ ઍસોસિયેશનનો ૩૮મો ટેક્સ ટ્રેડ ફેર

ટીમ બિઝનેસ સમાચાર

મુંબઈ : ધ ફેબ્રિક સપ્લાયર્સ ઍસોસિયેશન (એફએસએ)નો ૩૮મો ટેક્સ ટ્રેડ નામનો બીટુબી કાપડ અને અસેસરીઝ ફેર તા. ૧૧થી ૧૩ મે ૨૦૨૬ના મુંબઈ ઍરપોર્ટ નજદિકની તાજ હોટલમાં યોજાશે.

આ ઓટમ વીન્ટર કલેક્શન ફેર અને અસેસરીઝ ફેર છે. આ માટે તાજ હોટલના ત્રણ ફ્લોર બુક કરવામાં આવ્યા છે. અત્રે ૧૫૦ સ્ટોલ હશે. 

આ બીટુબી ફેરમાં ૩૫૦૦થી ૪૦૦૦ જેટલા ટ્રેડ મુલાકાતીઓ પધારશે તેવી ધારણા છે. ફેરનો સમય સવારના ૧૦ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધીનો રહેશે.

આ ફેરમાં ગારમેન્ટ માટેની ઓટમ-વિન્ટર સીઝનની તેમ જ ફેસ્ટિવ સીઝનના કાપડની વિસ્તૃત રેન્જ પ્રદર્શિત થશે. ભરપૂર લગ્નસરા હોવાથી એથનીકવેર કાપડનું વિસ્તૃત પ્રદર્શન પણ હશે. 

અત્રે જેન્ટ્સવેર, લેડીઝવેર, ચીલ્ડ્રનવેર, નીટવેર, પાર્ટીવેર, ક્લબવેર, એથનિકવેર, સ્પોર્ટસવેરના કાપડનું વિસ્તૃત પ્રદર્શન યોજાશે. અત્રે કાપડની ઘણી નવી જાતો લૉન્ચ થશે.

૨૩ વર્ષ જૂના એફએસએના જે સભ્યો છે તેઓ કાપડના અગ્રણી જથ્થાબંધ વેપારીઓ અને સર્જનાત્મક ફૅશન સપ્લાયરો છે. તેઓ ફૅશનના જન્મદાતા ગણાય છે. એફએસએનું આર્બિટ્રેશન મજબૂત ગણાય છે.

એફએસએની મુંબઈ-લોઅરપરેલ ખાતેના કેબલ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ત્રીજા માળે ગાળા નં. ૩૩૮માં ૮૦૦ ચો. ફૂટની વાતાનુકૂલિન ઑફિસ છે. 

કેવલ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કુલ ૨૮૦ ગાળાઓ છે અને તેમાંથી ૨૪૦ ગાળા ટેક્સટાઈલના થઈ ગયા છે. આથી કેવલ એ ફૅશન ફેબ્રિક્સનું હબ બની ગયું છે.

એફએસએના પ્રમુખ મુકુંદ ગંગરે જણાવ્યું હતું કે એફએસએના ફેરના જમા ખાતામાં ક્રીએટિવિટી અને પ્રાઈવસી છે. ફેરમાં અમારા કમિટી સભ્યો પણ કોઈની રૂમમાં જતા નથી. આથી કોઈની ડિઝાઈનની કોપી થવાનો અત્રે ડર રહેતો નથી.

એફએસએના પ્રમુખ તરીકે પ્રકાશ સંઘવી સેવાનિવૃત્ત થતાં નવા પ્રમુખ તરીકે મુકુંદ ગંગર અને ઉપપ્રમુખ તરીકે દિનેશ જૈન ચૂંટાઈ આવ્યા છે. માનદ્‌મંત્રી જયંત પરખ અને મયૂરકુમાર શાહ છે. 

ખજાનચી કલ્પેશ બદાણી છે. મૅનેજિંગ કમિટીના સભ્યોમાં વિપુલ રાયચુરા, મહેશ મહેતા, મનીષ જોગાણી, વિમલ જૈન, ચંદ્રેશ દેઢિયા, નીલેશ શાહ, દિલીપ તીબ્રેવાલનો સમાવેશ થાય છે.

ફેર કમિટીના સભ્યોમાં ચંદ્રેશ દેઢિયા, મયૂર શાહ અને દિનેશ જૈનનો સમાવેશ થાય છે. 

Comments

Popular posts from this blog

Beware, non-veg milk is coming

Neela Rathore Soni re-elected as BJP's publicity chief

Notebooks to cost 20% more