Neela Rathore Soni re-elected as BJP's publicity chief
ભાજપના ઉત્તર મુંબઈ એકમના પ્રચાર પ્રસિદ્ધિ પ્રમુખ પદે નીલા રાઠોડ સોનીની પુનઃવરણી
Posted by Niilesh waghela
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉત્તર મુંબઈ એકમના પ્રચાર પ્રસિદ્ધિ પ્રમુખ પદે નીલા કનુભાઈ રાઠોડ સોનીની પુનઃવરણી થઈ છે.
રાજકીય જાહેર સંપર્ક ક્ષેત્રે નીલાબેન પાછલા ત્રણ દાયકાથી વધુ સમયની કારકિર્દીનો ઇતિહાસ ધરાવે છે. તેમના વર્ક પ્રોફાઈલ અનુસાર જ તેમનો સ્વભાવ હોવાથી રાજકીય પત્રકારત્વ ક્ષેત્રે તેઓ અદકેરું સ્થાન ધરાવે છે.
ત્રણ ત્રણ દાયકા કરતા વધુ સમયથી સમયસર અને સચોટ માહિતી પૂરી પાડતા હોવાથી તેઓ પત્રકારોમાં તો લોકપ્રિય છે જ, પરંતુ એ જ સાથે તેઓ સ્વયં દરેક પ્રકારના પ્રસાર માધ્યમના પત્રકારો સાથે સારો ઘરોબો ધરાવતા હોવાથી તેમની કામગીરી પણ સુપેરે નિભાવે છે.
ભાજપના સંગઠનમાં સતત 1994થી સક્રિય અને પદાધિકારી રહેલ નીલા બહેને આ અવસરે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સાંસદ શ્રી પિયુષ ગોયલ તેમજ ઉત્તર મુંબઈના ધારાસભ્યો, વિધાનપરિષદ સદસ્ય પ્રવીણ દરેકર, ધા.અતુલ ભાતખલકર, ધા.યોગેશ સાગર, ધા.મનીષા ચૌધરી, ધા.સંજય ઉપાધ્યાય વરિષ્ઠ નેતા ભાઈ ગિરકર, અને ભાજપ ઉત્તર મુંબઈ પ્રમુખ દીપક (બાળા) તાવડેનો અને સર્વ શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે.

very good work Neela ben
ReplyDeleteGood Wark
ReplyDeleteCongratulations 🎊 👏 💐 🥳 🎊
ReplyDeleteKhub khub abhinandan 🙏
ReplyDeleteWow great 👍 Dear Neelaben Many congratulations 👏🎉♥️ you always help people....be always there 🙏🙏🌹 thank you so much for your great work towards Party n ordinary people who 🙏🙏🙏♥️
ReplyDelete